ભારતીય ખેડૂતોએ રેકૉર્ડ સ્તરે ઘઉં ઉગાડ્યા પરંતુ વેચવામાં આવી રહી છે આ મુશ્કેલીઓ

આ વખતે કોરોના વાયરસ લૉકડાઉનના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, અહીંની મોટાભાગની વસ્તી ખેતીના કામ સાથે સંકળાયેલી છે. પરંતુ આ વખતે કોરોના વાયરસ લૉકડાઉનના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે રેકોર્ડ સ્તરે ઘઉંની ખેતી તો કરી લીધી પરંતુ તેને બજારોમાં વેચવામાં વધુ સફળ થઈ શક્યા નહિ. ચોંકાવનારી વાત તો એ છે કે ખેડૂતોએ આટલી માત્રામાં ઘઉં ઉગાડી લીધા કે તેમને બીજા સ્થળે જમીન ભાડે લેવી પડી જેથી તેમના પાકને ત્યાં રાખી શકાય.

wheat

સીએનબીસીના રિપોર્ટ અનુસાર 50 વર્ષના સુક્રામપાલ(ખેડૂત) મોટી માત્રામાં પાક ઉગાડ્યો પરંતુ તેમની સૌથી મોટી સમસ્યા એ રહી કે છેલ્લે તેને વેચે કેવી રીતે. હરિયાણાના સુક્રામપાલના ઘર પાસે સ્થિત ત્રણે મોટા બજારોમાં ઘણી ઓછી સંખ્યામાં સ્ટાફ કામ કરી રહ્યો છે. માર્ચના અંતમાં દેશમાં લગાવવામાં આવેલ લૉકડાઉનના કારણે ગ્રામીણ ભારતમાં મજૂર નથી મળી રહ્યા. જેના કારણે પાકને સમેટવા અને તેના ઉત્પાદન વિશે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે.

ભારત ચીન બાદદુનિયામાં ઘઉંનુ બીજુ સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે જો તે જલ્દીમાં જલ્દી પોતાના પાકને નહિ વેચે તો ભેજના કારણે તે ખરાબ થઈ શકે છે. જેની બાદમાં કોઈ કિંમત નહિ રહે. લૉકડાઉનના કારણે ભારતના 7 હજારથી વધુ હોલસેલ ખાદ્ય બજાર પ્રભાવિત થયા છે. જે ભારતના 1.3 બિલિયન લોકોની ખાદ્ય આપૂર્તિ કરવાની એકમાત્ર ચેનલ છે.

ઘરેલુ અનાજ બજારના કમિશન એજન્ટનુ કહેવુ છે, 'લગભગ 90 ટકા મજૂર નથી. પહેલા લગભગ 5000 મજૂર હતી અને આ સિઝનમાં માત્ર 500 છે. અમે આ પહેલા આવુ ક્યારેય નથી જોયુ.' ભારતમાં ઘઉં ઉગાડનાર ખેડૂત આ હોલસેલ બજારોમાં કમિશનના એજન્ટોના કાયદા દ્વારા વિશેષ રીતે પોતાનુ અનાજ વેચે છે, જે રાજ્યના ખરીદારો અને ખાનગી વેપારીઓને વેચે છે. કમિશન એજન્ટ સામાન્ય રીતે મજૂરોને ટ્રેક્ટર ટ્રોલીઓ પર ઘઉંની બોરીઓ ઉતારવા, સાફ કરવા, તોલવા, પેક કરવા અને ફરીથી લોડ કરવા માટે લગાવે છે અને પછી સરકારી અને ખાનગી ગોડાઉનોમાં રખાવે છે. પરંતુ આ વર્ષે મજૂરોની કમીના કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

આ વર્ષે ભારતમાં ઠંડીની(2019-2020)ઘઉંનો પાક 106.21 મિલિયન ટન રહ્યો. જ્યારે ચીનમાં 133.5 મિલિયન ટન હતો. એક ખેડૂતનુ કહેવુ છે, 'અમારી પાસે ઘઉંનો સ્ટોર કરવાનુ કોઈ સાધન નથી. હાલમાં થયેલા વરસાદ અને કરાવૃષ્ટિ બાદ હું પોતાના પાકની ગુણવત્તા વિશે ચિંતિત છુ.' ભારતના લગભગ 85 ટકા ખેડૂતો પાસે પાંચ એકરથી ઓછી જમીન છે. માટે અપેક્ષાકૃત ઓછો પાક કે ચૂકવણીમાં કોઈ વિલંબ, તેમની આજીવિકાને પ્રભાવિત કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X