For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: ખેડૂત નેતાઓએ કર્યુ એલાન - હવે બજેટવાળા દિવસે સંસદ તરફ કરશે કૂચ

ખેડૂત નેતાઓએ એલાન કરી દીધુ છે કે તે બજેટવાળા દિવસે સંસદ તરફ કૂચ કરશે.

|
Google Oneindia Gujarati News

Farmers Protest on Budget Day: નવા કૃષિ કાયદા માટે ખેડૂતોનુ આંદોલન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યુ છે. મંગળવારે ખેડૂતોએ શાંતિપૂર્વક ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી દિલ્લી પોલિસ પાસેથી લીધી હતી. પરંતુ ITO, લાલ કિલ્લા સહિત દિલ્લીના ઘણા વિસ્તારોમાં જોરદાર હિંસા થઈ. ત્યારબાદ ખેડૂત સંગઠનોએ પાછળ હટવાના બદલે આંદોલન વધુ ઉગ્ર બનાવી દીધુ છે. હવે ખેડૂત નેતાઓએ એલાન કરી દીધુ છે કે તે બજેટવાળા દિવસે સંસદ તરફ કૂચ કરશે.

farmers

માહિતી મુજબ ગણતંત્ર ટ્રેક્ટર માર્ચ બાદ હવે ખેડૂતો સરકાર પર નવા કૃષિ કાયદાને પાછો લેવાનુ દબાણ વધારવા માંગે છે જેના કારણે તે એક ફેબ્રુઆરીએ સંસદ તરફ કૂચ કરશે. જો કે આ કૂચ પગપાળા કરશે કે પછી ટ્રેક્ટરથી તેની માહિતી ખેડૂત સંગઠનોએ હજુ સુધી આપી નથી. એક ફેબ્રુઆરીએ જ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. જેના કારણે અત્યારથી જ સંસદ ભવન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉપદ્રવીઓની શોધ શરૂ

દિલ્લી પોલિસે ટિકરી, ગાજીપુર અને સિંધુ બૉર્ડરથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી. નક્કી રૂટ મુજબ ખેડૂતોએ દિલ્લીની સીમાની અમુક અંદર સુધી જવાનુ હતુ અને પછી રેલી શરૂ થનારી જગ્યાએ પાછુ આવવાનુ હતુ પરંતુ ઘણા લોકો રેલી દરમિયાન હિંસક થઈ ગયા. ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચી ગયા અને ત્યાં જોરદાર હિંસા કરી. અત્યાર સુધીમાં દિલ્લી પોલિસે 22 કેસ નોંધ્યા છે જેમાં ઘણા ખેડૂત નેતાઓના નામ પણ શામેલ છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

ખેડૂત નેતાઓએ હાથ ખંખેર્યા

વળી, હિંસા બાદ ખેડૂત સંગઠનો પર સવાલ ઉઠવા શરૂ થઈ ગયા બાદ ખેડૂત નેતાઓએ સ્પષ્ટ રીતે હિંસા પર હાથ ખંખેરી લીધા છે. ભારતીય ખેડૂત સંગઠનના પ્રવકતા રાકેશ ટિકેતના જણાવ્યા મુજબ તેમનુ આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યુ હતુ. અમુક રાજકીય સંગઠનોએ તેને હિંસક રૂપ આપ્યુ.

Budget પહેલા વેંકૈયા નાયડુએ 31 જાન્યુઆરીએ બોલાવી બેઠકBudget પહેલા વેંકૈયા નાયડુએ 31 જાન્યુઆરીએ બોલાવી બેઠક

English summary
Farmers learders announce march to parliament on budget day on farm laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X