For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દિલ્લી ચલો' આંદોલન: હરિયાણા પોલિસની 5 કંપનીઓ તૈનાત, ખેડૂતો માટે જેલ, પાણીનો મારો

વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલનને રોકવા માટે ભાજપની આગેવાનીવાળી રાજ્ય સરકારોએ કમર કસી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ઝજ્જર-સોનીપતઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલનને રોકવા માટે ભાજપની આગેવાનીવાળી રાજ્ય સરકારોએ કમર કસી લીધી છે. પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશની પોલિસ ઠેર-ઠેર રસ્તાઓ પર ભારે માત્રામાં તૈનાત છે. આ બધા એટલા માટે થઈ રહ્યુ છે જેથી ખેડૂતોની 'દિલ્લી ચલો' કૂચને રોકી શકાય. ખાસ કરીને હરિયાણા સરકારે વધુ કડક પગલાં લીધા છે. અહીં ચંદીગઢ અને પંજાબ માટે હરિયાણા રોડવેઝ બસ સેવાઓ બંધ કરવામાં આવી. વળી, દિલ્લી પાસે રોહતક-ઝજ્જર સીમા પર પોલિસની 5 કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે જરૂર પડી તો વધુ કડકાઈ કરીશુ.

farmers march

સમાચાર એ પણ છે કે હરિયાણાથી બહાર દિલ્લી સુધી માર્ચ માટે એકઠા થયેલા લોકો પર પોલિસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા છે. વળી, તેમના પર પાણીનો મારો(વૉટર કેનન) પણ ચલાવવામાં આવી રહ્યા છે. દિલ્લી પાસે સોનીપત જિલ્લામાં તો જેલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં લાગેલા ખેડૂતોને અસ્થાયી જેલ લઈ જવામાં આવી શકે છે. આ વિશે સોનીપતના જિલ્લા અધિકારી શ્યામલાલ પૂનિયાએ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસનને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે. આ કડીમાં તેમણે સેવલી સ્થિત આઈએફસીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસ્થાઈ જેલ બનાવવાના આદેશ આપ્યા છે. કાલે પૂનિયાએ ઈમારતના માલિકને ઈમારતનો કબ્જો આપવાના આદેશ આપ્યા.

ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો સેંકડોની સંખ્યામાં દિલ્લી તરફ આગળ વધી રહ્યા છે. એવામાં ખેડૂતોના 'દિલ્લી ચલો' આંદોલનને રોકવા માટે સરકાર-પોલિસ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. હરિયાણા સરકાર દ્વારા ચંદીગઢ અને પંજાબી યાત્રા કરતી રોડવેઝ બસો બંધ કરાવી દીધી છે. સરકારે નક્કી કર્યુ છે કે ખેડૂતોની દિલ્લી કૂચ રોકશે અને જ્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી હરિયાણા રોડવેઝની કોઈ બસ પંજાબ અને ચંદીગઢ નહિ જાય. આના માટે બધા રોડવેઝ ડેપોને વધુ બસોની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દોઢ મહિનાથી ચાલી રહેલ ખેડૂત આંદોલને હવે ભારતીય કિસાન યુનિયનની આગેવાનીમાં વેગ પકડ્યો છે.

ફૂટબૉલ ખેલાડી ડિએગોના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખફૂટબૉલ ખેલાડી ડિએગોના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

English summary
Farmers march: Haryana Police 5-companies deployed on rohtak-jhajjar border, Tear gas, water cannons used on farmers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X