For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rail Roko: કૃષિ કાયદા સામે દેશભરમાં ખેડૂતોનુ આજે રેલ રોકો આંદોલન, જીઆરપી-આરપીએફ એલર્ટ

કૃષિ કાયદા સામે ખેડૂતોએ આજે આખા દેશમાં રેલ રોકો આંદોલનની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

Farmers protest: 4-hour nationwide rail roko Today: કૃષિ કાયદા સામે ખેડૂતોએ આજે આખા દેશમાં રેલ રોકો આંદોલનની ઘોષણા કરી છે. ખેડૂતોએ કહ્યુ છે કે આ રેલ રોકો આંદોલન હેઠળ તે ગઈ વખતની ચક્કાજામની જેમ કોઈ છૂટ નહિ આપે. ખેડૂતોએ જણાવ્યુ કે રેલ રોકો આંદોલન 18 ફેબ્રુઆરી એટલે કે આજે ગુરુવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 4 વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોએ કહ્યુ છે કે આજનુ રેલ રોકો આંદોલન દેશવ્યાપી થવાનુ છે અને બધી રેલવે લાઈન બ્લૉક કરવામાં આવશે. ખેડૂતોએ એ પણ કહ્યુ છે કે દિલ્લી આવતા બધા રસ્તાને રોકવામાં આવશે. આ માટે જીઆરપી અને આરપીએફ એલર્ટ પર છે.

Farmers

જાણો મહત્વની વાતો

  • રેલ રોકો આંદોલન માટે જીઆપી અને આરપીએફને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમની આજે પણ રજાઓ રદ કરી દેવામાં આવી છે. જ્યાં રેલ રોકો આંદોલનની અસર થઈ શકે છે ત્યાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
  • રેલવેએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર ધ્યાન કેન્દ્રીત કરીને રેલ રોકોના કારણે દેશભરમાં રેલવે સુરક્ષા વિશેષ દળ(RPSF)ની વધુ 20 કંપનીઓ તૈનાત કરી છે.
  • રેલવે સુરક્ષા બળના મહાનિર્દેશક અરુણ કુમારે બુધવારે કહ્યુ કે 'હું બધાને શાંતિ જાળવવાની અપીલ કરુ છુ. અમે જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહીશુ અને દરેક જગ્યાએ એક નિયંત્રણ કક્ષ હશે.'
  • ભારતીય ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ છે કે આ રેલ રોકો આંદોલન બપોરે 12 વાગ્યાથી 3-4 વાગ્યા સુધી રહેશે. રાકેશ ટિકૈતે કહ્યુ કે અમે તો રેલ ચલાવવાની વાત કરી રહ્યા છે, જો રેલ રોકીશુ તો આ સંદેશ હશે કે રેલ ચાલે. તેમણે કહ્યુ કે ગામના લોકો પોતાના હિસાબથી રેલ રોકો અભિયાનનુ સંચાલન કરી લેશે.
  • ખેડૂત આંદોલન સમિતિના પ્રવકતા જગતાર સિંહ બાજવાએ બુધવાર કહ્યુ કે તે 18 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી રાષ્ટ્રવ્યાપી રેલ રોકો કાર્યક્રમમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. અસુવિધાથી બચવા માટે અમે મુસાફરોને જલપાન કરાવીશુ.

આઝાદી પછી પહેલીવાર કોઈ મહિલાને ફાંસી મળશે, બક્સરથી આવશે દોરડું

English summary
Farmers protest: 4 hour nationwide Rail Roko today, know th key points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X