આઝાદી પછી પહેલીવાર કોઈ મહિલાને ફાંસી મળશે, બક્સરથી આવશે દોરડું

આઝાદી પછી પહેલીવાર કોઈ મહિલાને ફાંસી મળશે, બક્સરથી આવશે દોરડું

ભારતને આઝાદી મળ્યા બાદ દેશમાં પહેલીવાર કોઈ મહિલાને તેના અપરાધિક કૃત્યો માટે ફાંસીની સજા આપવામાં આવશે. આના માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમરોહાની રહેતી શબનમને મોતનો સજા સંભળાવવામાં આવશે. નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદ બે વખત ફાંસી ઘરનુ્ં નિરીક્ષણ પણ કરી ચૂક્યા છે.

શબનમને ફાંસી મળશે

શબનમને ફાંસી મળશે

આ મામલો 2008નો છે જ્યારે અમરોહાની રહેતી શબનમ નામની મહિલાએ એપ્રિલ મહિનામાં પ્રેમી સાથે મળી પોતાના જ સાત પરિજનોની કુવાડાથી હત્યા કરી હતી. આ મામલે નિચલી અદાલતથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી તેની ફાંસીની સજા યથાવત રાખી.

આઝાદી પછી પહેલી મહિલા હશે જેને ફાંસી અપાશે

આઝાદી પછી પહેલી મહિલા હશે જેને ફાંસી અપાશે

જે બાદ શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવને પણ તેની દયા અરજી ફગાવી દીધી. આ કારણે જ આઝાદ ભારતના ઈતિહાસમાં શબનમ પહેલી એવી મહિલા હશે જેને ફાંસી આપવામાં આવશે.

જલ્લાદે ફાંસીઘરનું નિરીક્ષણ કર્યું

જલ્લાદે ફાંસીઘરનું નિરીક્ષણ કર્યું

શબનમની ફાંસી માટે પવન જલ્લાદ બે વખત ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચૂક્યો છે. તેમને તખ્તાના લીવરમાં જે કમી દેખાણી તેને જેલ પ્રશાસને ઠીક કરાવી દીધી છે. ફાંસી આપવા માટે બિહારના બક્સરથી દોરડું મંગાવવામાં આવી રહ્યું છે જેથી કોઈ અડચણ ના આવે.

વોરન્ટ જાહેર થવાનો ઈંતેજાર

વોરન્ટ જાહેર થવાનો ઈંતેજાર

જણાવી દઈએ કે મથુરામાં મહિલાઓ માટે ફાંસીઘર આઝાદી પહેલાં આજથી 150 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું પરંતુ ત્યાં અત્યાર સુધી કોઈને ફાંસી નથી અપાઈ. શબનમને ફાંસી આપવા માટે મથુરા જેલના અધીક્ષક શૈલેન્દ્ર મૈત્રેયે જમાવ્યું કે હજી ફાંસીની તારીખ નક્કી નથી થઈ અને કોઈ આદેશ પણ નથી આવ્યો પરંતુ જેલ પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેથ વોરન્ટ જાહેર થતાં જ શબનમને ફાંસી આપી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X