Farmers protest: આંદોલનમાં ખાલિસ્તાનિઓ કરી રહ્યાં છે મદદ, સુપ્રીમે સરકાર પાસે માંગ્યુ સોગંદનામું
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે મોદી સરકારને મોટો આંચકો આપ્યો છે. મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતે આગામી આદેશો સુધી કૃષિ કાયદાના અમલ પર સ્ટે મુક્યો છે. કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં કહ્યું કે 'અમને કૃષિ કાયદાની કાયદેસરતા લઇને
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે મોદી સરકારને મોટો આંચકો આપ્યો છે. મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતે આગામી આદેશો સુધી કૃષિ કાયદાના અમલ પર સ્ટે મુક્યો છે. કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં કહ્યું કે 'અમને કૃષિ કાયદાની કાયદેસરતા લઇને ચિંતા છે, તેનો કોઈ ઉકેલ શોધી કાઢવો જોઇએ.' કોર્ટે હવે આ મુદ્દાને હલ કરવા માટે એક સમિતિની રચના કરી છે.

સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોનું સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે.આ સાથે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમારી પાસે એક અરજી છે એમ કહીને કે 'ખાલિસ્તાની આંદોલનમાં મદદ કરી રહ્યા છે'. આ તરફ એટર્ની જનરલ જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે અમે કહ્યું હતું કે પ્રદર્શનમાં ખાલિસ્તાનીઓની ઘુસણખોરી છે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે જો આ મામલો છે તો કેન્દ્ર સરકારે આ અંગે આવતીકાલે સોગંદનામું આપવું જોઈએ, જેના જવાબમાં એટર્ની જનરલે કહ્યું હતું કે અમે સોગંદનામું પણ આપીશું અને આઈબી રેકોર્ડ રજૂ કરીશું.
આપને જણાવી દઈએ કે કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં ચાર લોકોનો સમાવેશ કરવામાં આવશે અને આ ચાર લોકો ભુપેન્દ્રસિંહ માન, ડો.પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાત) અને ભારતીય કિસાન સંઘના અનિલ ઘનવંત છે. કમિટીની રચનાના નિર્ણયને એટર્ની જનરલ દ્વારા આવકારવામાં આવ્યો છે. જેને કોર્ટે કહ્યું કે તે કોઈ પણ પક્ષની જીત નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયા દ્વારા તપાસ કરવામાં આવશે.
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાને લઈને એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોને પણ નોટિસ ફટકારી છે. ખેડૂત સંગઠનો દ્વારા સૂચિત ટ્રેક્ટર રેલી માટે 26 મી જાન્યુઆરીએ આ નોટિસ આપવામાં આવી છે. હકીકતમાં, દિલ્હી પોલીસે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી પ્રજાસત્તાક દિન પર સૂચિત ખેડુતોની ટ્રેક્ટર રેલી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જેના આધારે કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ મોકલી છે.
આ પણ વાંચો: Farmers protest: ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા આજે અમિત શાહને મળશે, JJPએ બધા ધારાસભ્યોને દિલ્લી બોલાવ્યા
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
