Farmers Protest: આજે ભૂખ હડતાળ પર રહેશે ખેડૂતો, જિલ્લા મુખ્યાલયો પર કરશે ધરણા
કેન્દ્ર તરફથી લાવવામાં આવેલ નવા કૃષિ કાયદોઓના વિરોધમાં ખેડૂતો સોમવારે(14 ડિસેમ્બર)ના દિવસે એક દિવસની ભૂખ હડતાળ પર રહેશે.
નવી દિલ્લીઃ કેન્દ્ર તરફથી લાવવામાં આવેલ નવા કૃષિ કાયદોઓના વિરોધમાં ખેડૂતો સોમવારે(14 ડિસેમ્બર)ના દિવસે એક દિવસની ભૂખ હડતાળ પર રહેશે. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢનીએ સિંધુ બૉર્ડર પર કહ્યુ કે સોમવારે ખેડૂતો સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી એક દિવસ માટે ભૂખ હડતાળ રાખશે. સાથે જ બધા જિલ્લા મુખ્યાલયો પર ખેડૂત જોડાશે અને ધરણા આપશે.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સિંધુ બૉર્ડર પર ચાલી રહેલ આંદોલનને રવિવારે 18 દિવસ થઈ ગયા છે. હજુ સુધી સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે છ દોરની વાતચીત થઈ ચૂકી છે પરંતુ આનુ પરિણામ નિષ્ફળ રહ્યુ છે. હવે ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ અને જિલ્લા મુખ્યાલયો પર ધરણાનુ એલાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી છે જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદી, અનુબંધ ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા સહિત ઘણી જોગવાઈ કરવામાં આવી છે. આ માટે ખેડૂત જૂન મહિનાથી જ આંદોલનરત છે અને આ કાયદાને પાછો લેવાની માંગ કરી રહ્યા છે.
ખેડૂતોનુ કહેવુ છે કે આ કાયદો મંડી સિસ્ટમ અને આખી ખેતીને પ્રાઈવેટ હાથોમાં સોંપી દેશે જેનાથી ખેડૂતને ભારે નુકશાન ઉઠાવવુ પડશે. નવા કાયદાના વિરોમાં આ આંદોલન અત્યાર સુધી મુખ્ય રીતે પંજાબમાં થઈ રહ્યુ હતુ. 26 નવેમ્બરે ખેડૂતોએ દિલ્લી તરફ કૂચ કર્યુ અને છેલ્લા 18 દિવસથી ખેડૂતો દિલ્લી અને હરિયાણાને જોડતી સિંધુ બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે. દિલ્લીની બીજી બૉર્ડર પર ભારે સંખ્યામાં ખેડૂતો બેઠા છે.












Click it and Unblock the Notifications
