For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંધુ બૉર્ડરથી પકડાયેલા શંકાસ્પદ યુવકનો યુ-ટર્ન, કહ્યુ - મને ખેડૂતોએ આવુ બોલવા કહ્યુ હતુ

સિંધુ બૉર્ડરથી પકડાયેલા શંકાસ્પદ યુવક હવે યુ-ટર્ન મારીને કહ્યુ કે મને ખેડૂતોએ આવુ બોલવા કહ્યુ હતુ. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂતોએ સિંધુ બૉર્ડર પર શુક્રવારે એક શંકાસ્પદ યુવકને પકડ્યો હતો. આ યુવકે પ્રેસ વાતચીતમાં કહ્યુ હતુ કે તે એક ટીમનો ભાગ છે જેનુ કામ હિસા કરવાનુ અને ખેડૂત આંદોલનમાં અડચણો નાખવાનુ છે. ખેડૂતોએ તેને પોલિસના હવાલે કરી દીધો હતો. હવે આ યુવકનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે તે કોઈ ટીમનો ભાગ નથી. ખેડૂતોએ એક કાગળ આપીને તેને ધમકાવ્યો અને જે કહેવા માટે કહ્યુ, તે તેણે કહી દીધુ.

delhi

યોગેશ નામના આ યુવકે કહ્યુ છે કે જે વાતો કાલે તેણે સિંધુ બૉર્ડરથી પ્રેસ કૉન્ફરન્સમાં કહી હતી, તે ખેડૂતોના દબાણમાં કહેવામાં આવી હતી. યોગેશનુ કહેવુ છે કે તેને અમુક લોકોએ ટેન્ટમાં લઈને જઈને માર્યો અને દારુ પીવડાવીને કહ્યુ કે અમે જે કહી રહ્યા છે તે જ કેમેરા સામે કહે.

યોગેશનુ કહેવુ છે કે મારી સાથે ચાર બીજા છોકરા પકડાયા હતા જેમાંથી એકનુ નામ સાગર હતુ. એ લોકોએ મને ડરાવ્યો અને કહ્યુ કે અમે સાગરને મારી દીધો છે, તારે બચવુ હોય તો જે અમે કહીએ, તે કેમેરા સામે બોલવુ પડશે. મે છૂટવા માટે બધુ કહ્યુ. જ્યારે પોલિસ મને લઈને ગઈ તો મે પોલિસ સ્ટેશન ગયા બાદ તેમને સત્ય જણાવ્યુ કે મે જે કહ્યુ છે તે જૂઠ છે.

તમને જણાવી દઈએ કે દિલ્લી-હરિયાણા સિંધુ બૉર્ડર પર શુક્રવારે રાતે ખેડૂતોએ નકાબ પહેરેલા એક યુવક સાથે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ યુવકે કેમેરા પર કહ્યુ હતુ કે 26 તારીખે ખેડૂત ટ્રેક્ટર રેલીમાં તે ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવાનો હતો. તેમણે જણાવ્યુ કે 23થી 26 જાન્યુઆરી વચ્ચે ખેડૂત નેતાઓને ગોળી મારવાની હતી. આના માટે ચાર લોકોના ફોટા પણ આપવામાં આવ્યા હતા. તેણે એ પણ કહ્યુ કે રાઈ પોલિસ સ્ટેશનના એસએચઓ પ્રદીપે તેને પૈસા આપીને આ બધુ કરવા માટે કહ્યુ છે.

ગુજરાતમાં તાપી નદીના કિનારે 33 કિમીમાં બનશે રિવરફ્રંટગુજરાતમાં તાપી નદીના કિનારે 33 કિમીમાં બનશે રિવરફ્રંટ

English summary
Farmers Protest: Man nabbed at Singhu border take U turn in new video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X