Farmers Protest: રાકેશ ટિકૈત પર ભડક્યા ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ

Farmers Protest: રાકેશ ટિકૈત પર ભડક્યા ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ સરકાર કે ખેડૂતો પોતાની વાતથી ટસથી મસ નથઈ થઈ રહ્યા પરંતુ આંદોલનમાં ખેડૂતોની ઘટી રહેલી સંખ્યા પર સવાલો ઉઠવા લાગ્યા છે. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દાવો કર્યો કે અમારું આંદોલન ફીકું નથી પડ્યું, 13 તારીખે અમે પશ્ચિમ બંગાળમાં મીટિંગ અને નંદીગ્રામ-કોલકાતામાં પંચાયત કરશું અને ત્યાંના ખેડૂતોને નવા કૃષિ કાયદાની ખામીઓ જણાવશું.

ટિકૈત પર ભડક્યા ભાનુ

ટિકૈત પર ભડક્યા ભાનુ

પરંતુ ટિકૈતના આ એલાન પર ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહ તેમના પર ભડકી ઉઠ્યા અને તેમણે આરોપ લગાવતા કહ્યું કે રાકેશ ટિકૈત બહુ પૈસા વાળો માણસ છે, તે કંઈપણ કરી શકે છે, જ્યાં મન હોય ત્યાં જઈ શકે છે. તે લંડન, અમેરિકા, જાપાન અને ચાંદ પર પણ જઈ શકે છે, એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હકીકત તો એ છે કે ખેડૂતોની સમસ્યાનું જે સમાધાન થવાનું હતું તે રાજનૈતિક કીચડમાં ફસાઈ ગયું છે. ખેડૂત નેતાઓ રાજનૈતિક પાર્ટીઓ સાથે મળી વિવિધ રીતો અપનાવી રહ્યા છે, જે પૂર્ણ રૂપે ખોટું છે અને ખેડૂતોના હિતમાં નથી.

વિવિધ રાજ્યોમાં પંચાયત કરી રહ્યા છે ટિકૈત

વિવિધ રાજ્યોમાં પંચાયત કરી રહ્યા છે ટિકૈત

જણાવી દઈએ કે ભાનુપ્રતાપ સિંહે અગાઉ પણ રાકેશ ટિકૈત પર આવા પ્રકારના આરોપ લગાવ્યા હતા. જણાવી દઈએ કે રાકેશ ટિકૈત હાલ વિવિધ રાજ્યોમાં પંચાયત કરી રહ્યા છે અને જનસભા સંબોધિત કરી રહ્યા છે. ટિકૈત સતત કૃષિ કાયદાને લઈ મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે અમારે સંશોધન નથી જોઈતું, અમે ઈચ્છીએ છીએ કે નવા કાયદા રદ્દ થઈ જાય. સરકારે કોઈપણ પ્રકારના મંતવ્યો વિના આ કાયદા બનાવી લીધા છે અને હવે અમને પૂછી રહ્યા છે કે કાયદામાં શું કમી છે?

જ્યાં સુધી કાયદાની વાપસી નહિ ત્યાં સુધી ઘર વાપસી નહિ

જ્યાં સુધી કાયદાની વાપસી નહિ ત્યાં સુધી ઘર વાપસી નહિ

ટિકૈતે કહ્યું કે સરકાર નવા કાયદા દ્વારા અનાજને તિજોરીમાં બંધ કરવા માંગે છે, ભૂખ પર વ્યાપાર કરવા માંગે છે તો આવું નહિ થાય, અમે આવું નહિ થવા દઈએ. ટિકૈતે કહ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો એકજુટ છે અને સરકારે તે પરત લેવા જ પડશે. સરકારે એમએસપીની ગેરન્ટી આપવી પડશે. જ્યાં સુધી ત્રણેય કાયદા પરત નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની ઘર વાપસી નહિ થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X