For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: કૃષિ કાયદા રદ કરવાની અરજી પર SCની ટિપ્પણી, અમને ખેડૂતોની મુશ્કેલીનો અહેસાસ

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા(Farm Laws)ને રદ કરવાની માંગ કરતી અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા(Farm Laws)ને રદ કરવાની માંગ કરતી અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન મહત્વની ટિપ્પણી કરીને કરીને કહ્યુ કે ખેડૂતોની મુશ્કેલીનો અહેસાસ અમને પણ છે. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 11 જાન્યુઆરીની તારીખ આપી છે. આ કાયદા માટે દાખલ કરેલ બધી અરજીઓ પર 11 જાન્યુઆરીએ કોર્ટ સુનાવણી કરશે. કૃષિ કાયદા સામે આ અરજી વકીલ એમએલ શર્માએ દાખલ કરી છે. અરજીમાં વકીલે કેન્દ્ર તરફથી લાવવામાં આવેલ કાયદાને ખતમ કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે નવા કૃષિ કાયદા કૉર્પોરેટના હિતોને પ્રમોટ કરનારા અને ખેડૂતોને નુકશાન તરફ લઈ જનારા છે.

SC

બુધવારે અદાલતે કહ્યુ કે અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી પણ જવાબ આપવા માટે કહ્યુ છે. કૃષિ કાયદાને ખતમ કરવા સાથે સાથે ખેડૂત આંદોલનને સિંધુ બૉર્ડરથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે પણ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એક તરફ અરજી ખેડૂતો પર પોલિસ કાર્યવાહી માટે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર આ વર્ષે ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી છે જેમાં સરકારી મીડિયાથી બહાર ખરીદી, કૉન્ટ્રાક્ટ ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમાં ખતમ કરવા જેવી જોગવાઈ કરવામાં આવી છે.

આ માટે ખેડૂત જૂન મહિનાથી સતત આંદોલનરત છે અને આ કાયદાને પાછો લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આ કાયદો મંડી સિસ્ટમ અને આખી ખેતીને પ્રાઈવેટ હાથોમાં સોંપી દેશે જેનાથી ખેડૂતોને ભારે નુકશાન ઉઠાવવુ પડશે. ખેડૂત આ કાયદાને ખેતીની વિરુદ્ધ કહી રહ્યા છે અને ત્રણે કાયદાને પાછા નહિ લેવા સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કહી રહ્યા છે. વળી, સરકારનુ કહેવુ છે કે ખેડૂતોને વિપક્ષ ભ્રમમાં નાખી રહ્યા છે, આ કાયદા તેના ફાયદા માટે છે.

કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલ નવા કાયદા સામે છેલ્લા છ મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન જૂનથી નવેમ્બર સુધી મુખ્ય રીતે હરિયાણા અને પંજાબમાં થઈ રહ્યુ હતુ. સરકાર તરફથી પ્રદર્શન પર ધ્યાન ન આપવા પર 26 નવેમ્બરે ખેડૂતોને દિલ્લી તરફ કૂચ કરવાનુ એલાન કરી દીધુ. ત્યારબાદ છેલ્લા 42 દિવસથી ખેડૂતો દિલ્લી અને હરિયાણાને જોડતી સિંધુ બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે. ટિકરી, ગાજીપુર અને દિલ્લીની બીજી બૉર્ડર પર પણ ખેડૂતો જમા છે. દિલ્લીમાં ખેડૂતોના આવ્યા બાદ સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અત્યાર સુધી સાત દોરની વાતચીત થઈ ચૂકી છે. જો કે અત્યાર સુધી કોઈ પરિણામ નીકળ્યુ નથી. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે.

GSHSEB: ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજાશેGSHSEB: ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજાશે

English summary
Farmers Protest: Supreme Court adjourned hearing to January 11 on petition seeking quashing of 3 farm laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X