મહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર 100 વાર ચૂપ્પૂથી હુમલો, આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા
દક્ષિણ દિલ્હીના પોર્શ વિસ્તાર વસંતકુંજમાં મહિલા ફેશન ડિઝાઈનર માલા લાખાની અને તેના નોકરની બુધવારે ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી
દક્ષિણ દિલ્હીના પોર્શ વિસ્તાર વસંતકુંજમાં મહિલા ફેશન ડિઝાઈનર માલા લાખાની અને તેના નોકરની બુધવારે ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી. આ મામલે તપાસમાં જોડાયેલી પોલીસ રોજ નવા ખુલાસા કરી રહી છે. માલા લાખાની અને તેના નોકરની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેરાન કરી દેતા ખુલાસા કરવામાં આવ્યા છે. પોલીસ અનુસાર, આરોપીઓને માલા લાખાનીના શરીર પર લગભગ 100 વાર ચપ્પુથી હુમલા કર્યા. ત્યારપછી તેમને ચપ્પુથી નોકર બહાદુરની હત્યા કરી અને તેના આંતરડા કાઢીને બાથરૂમમાં ફેંક્યા.

માલા લાખાનીના શરીર પર લગભગ 100 વાર ચપ્પુથી હુમલા
મીડિયામાં ચાલી રહેલી ખબરો અનુસાર, સાઉથ-વેસ્ટ જિલ્લાની વસંતકુંજ પોલીસ સૂત્રો અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર ચપ્પુના હુમલા લગભગ 100 વાર કરવામાં આવ્યા છે. આ મામલે પહેલાથી ત્રણ આરોપી રાહુલ અનવર (24), મોહમ્મદ વસીમ ઉર્ફ મુન્ના (26) અને રહમત 24) ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ડબલ મર્ડરનો આખો પ્લાન રાહુલ અનવર ઘ્વારા કરવામાં આવ્યો હતો.

બે વાર મર્ડરની પ્લાંનિંગ કરવામાં આવી
પોલીસે જણાવ્યું કે આરોપી પહેલા બજારમાંથી ચાર ચપ્પુ અને એક કતાર ખરીદીને લાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે માલા લાખાનીની હત્યા કરવા માટે આરોપીને એક જ દિવસમાં બે વાર પ્લાંનિંગ કરવી પડી હતી. પોલીસે જણાવ્યું કે હત્યા કરવાની રાત્રે 14 નવેમ્બરે રાહુલે ફેશન ડિઝાઈનર માલાને ફોન કરીને રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વોર્કશોપમાં બોલાવી. માલા વોર્કશોપમાં આવી પરંતુ ત્રણેની તેને મારવાની હિમ્મત ના થઇ. ત્યારપછી માલા સિન્હા પાછી ચાલી ગઈ.

નોકરનું પેટ ફાડીને આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા
પોલીસ તપાસમાં જાણવામાં આવ્યું કે રાહુલ અને તેના મિત્રોએ ફરી એકવાર હત્યાની યોજના બનાવી. રાહુલે 14 નવેમ્બરે રાત્રે 10.30 વાગ્યે મેડમને ફોન કરીને વોર્કશોપમાં બોલાવી. માલા જેવી વર્કશોપ પહોંચી તેના પર ચપ્પુથી પ્રહાર કરવામાં આવ્યા. માલા લોહીલુહાણ થઈને પડી અને ત્યાં જ તેની મૌત થઇ ગઈ. ત્યારપછી વોર્કશોપમાં આવેલા નોકરને પણ ત્રણે લોકોએ મારી નાખ્યો.












Click it and Unblock the Notifications
