Fastag New Rules 2025: તમે પણ જાણી લો ફાસ્ટેગના નવા નિયમો નહીંતર ભરવો પડશે મોટો દંડ, વાંચો તમામ ડિટેઈલ
દેશમાં ફાસ્ટેગ અંગે અનેક સુધારા વધારા થઈ રહ્યા છે. ફાસ્ટેગના નિયમોમાં અનેક સુધારા વધારા થઈ રહ્યા છે. ત્યારે ફાસ્ટેગ અંગે વધુ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 17 ફેબ્રૂઆરીથી ફાસ્ટેગના નવા નિયમો દેશભરમાં અમલ થયા છે, જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમને દંડ થઈ શકે છે.
હાલમાં જ નવા નિયમો જ લાગુ કરવામાં આવ્યા છે તે મુજબ, જો તમારા ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું હોય, ચુકવણીમાં વિલંબ થાય અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જાય, તો તમારે દંડ ચૂકવવો પડશે. સરકારે આ નિયમો એટલા માટે બનાવ્યા છે કે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ઓછી થઈ શકે અને મુસાફરી આરામથી થઈ શકે.
ચાલો જાણીએ કે ફાસ્ટેગના નવા નિયમો શું છે.
સરકાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, જો વાહનનો ફાસ્ટેગ 60 મિનિટ સુધી નિષ્ક્રિય રહે છે અથવા ટોલ પાર કર્યા પછી 10 મિનિટ સુધી સક્રિય થતું નથી, તો વ્યવહાર રદ કરવામાં આવશે. આ કિસ્સામાં સિસ્ટમ ભૂલ કોડ 176 સાથે ચુકવણીને નકારી કાઢશે.
વધુમાં, જો ફાસ્ટેગ વપરાશકર્તાઓ ટોલ પ્લાઝામાંથી પસાર થયા પછી 15 મિનિટની અંદર ચુકવણી કરે છે, તો તેમણે વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. ટોલ ચુકવણી ઝડપી અને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિવાદો ઘટાડવા અને ચુકવણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કૂલિંગ પીરિયડ જેવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
નવા નિયમો અનુસાર જો કોઈ વાહનના ફાસ્ટેગ ખાતામાં ઓછા બેલેન્સને કારણે વ્યવહારમાં વિલંબ થાય છે, તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે. પહેલા વપરાશકર્તાઓ ટોલ બૂથ પર તેમના ફાસ્ટેગ રિચાર્જ કરી શકતા હતા અને આગળ વધી શકતા હતા પરંતુ હવે નવા નિયમો હેઠળ, ફાસ્ટેગને અગાઉથી રિચાર્જ કરવું જરૂરી રહેશે. ટોલ ચુકવણી પ્રણાલીને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે.
NPCIના ડેટા અનુસાર, ડિસેમ્બર 2024 માં FASTag વ્યવહારો 6% વધીને 38.2 કરોડ થયા, જ્યારે નવેમ્બરમાં આ સંખ્યા 35.9 કરોડ હતી. વધુમાં, FASTag વ્યવહારોનું કુલ મૂલ્ય પણ 9% વધીને રૂ. 6,642 કરોડ પર પહોંચ્યું છે જે નવેમ્બરમાં રૂ. 6,070 કરોડ હતું.

ઓછું બેલેન્સ, મોડી ચુકવણી અથવા બ્લેકલિસ્ટ: જો તમારા FASTag માં પૂરતું બેલેન્સ નથી, અથવા કોઈ કારણસર ચુકવણીમાં વિલંબ થાય છે, અથવા તમારા FASTag ને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તો તમારે દંડ ચૂકવવો પડશે. તેથી, હંમેશા તમારા ફાસ્ટેગમાં પૂરતું બેલેન્સ રાખો અને સમયસર ચુકવણી કરો.
નિષ્ક્રિય ફાસ્ટેગ: ધારો કે તમે ટોલ પ્લાઝામાંથી પસાર થવાના છો પરંતુ ટોલ પાર કરવાના 60 મિનિટ પહેલા અને ટોલ પાર કર્યાના 10 મિનિટ પછી કોઈ કારણોસર તમારો ફાસ્ટેગ સક્રિય ન હોય તો તમારી ટોલ ચુકવણી કરવામાં આવશે નહીં. સિસ્ટમ તેને ભૂલ કોડ 176 સાથે નકારી કાઢશે. તેથી, ખાતરી કરો કે તમારું ફાસ્ટેગ હંમેશા સક્રિય રહે.
મોડી ચુકવણી પર વધારાના શુલ્ક: જો તમે ટોલ પ્લાઝામાંથી પસાર થાઓ છો પરંતુ 15 મિનિટની અંદર તમારા ફાસ્ટેગમાંથી ટોલની રકમ કાપવામાં ન આવે, તો તમારે વધારાના શુલ્ક ચૂકવવા પડી શકે છે. તેથી ટોલ પ્લાઝા પરથી પસાર થતાંની સાથે જ ખાતરી કરો કે તમારી ચુકવણી તરત જ થઈ ગઈ છે.
ટોલ નાકા પર રિચાર્જ સુવિધા: અગાઉ જો તમારા ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું હોય તો તમે તેને ટોલ બૂથ પર જ રિચાર્જ કરાવી શકતા હતા. પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. નવા નિયમ મુજબ, તમારે ફાસ્ટેગ અગાઉથી રિચાર્જ કરાવવું પડશે.
નવા નિયમોનો હેતુ: આ બધા નવા નિયમો લાગુ કરવાનો મુખ્ય હેતુ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો છે, જેથી મુસાફરીનો સમય ઓછો થઈ શકે અને મુસાફરી સુવિધાજનક બની શકે. સરકાર ઇચ્છે છે કે ટોલ ચુકવણી પ્રક્રિયા સરળ અને ઝડપી બને.












Click it and Unblock the Notifications
