નરાધમ પિતાએ દીકરી પર જ નજર બગાડી, ઊંઘની ગોળી આપીને...

નરાધમ પિતાએ દીકરી પર જ નજર બગાડી, ઊંઘની ગોળી આપીને...

બેંગ્લોરઃ આખો દેશ કોરોના વાયરસથી પરેશાન છે. આ દરમિયાન માણસાઇને પણ સરમાવી મૂકે તેવી ઘટના સામે આવી રહી છે. બાપ- દીકરીના સંબંધ પર કલંકિત આ ઘટનાનો મામલો કર્ણાટકની રાજધાની બેંગ્લોરનો છે. અહીં પારિવારિક સંબંધોને વેરવિખેર કરી નાખ્યા છે. બેંગ્લોરમાં એક નરાધમ પિતાએ પોતાની જ દીકરી પર નજર બગાડી છે. નરાધમે પોતાની દીકરીને ઊંઘની ગોળી ખવળાવી તેના પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના શહેરના હરાલુરની છે.

પિતા સંબંધોનું ભાન ભૂલ્યો

પિતા સંબંધોનું ભાન ભૂલ્યો

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ સગીર પીડિતાએ આપઘાત કરવાની કોશિશ કરી હતી. એટલું જ નહિ ખુદ છોકરીએ પોલીસ પાસે જઇ આ અંગે ફરિયાદ નોંધાવી છે. શરમજનક વાત તો એ છે કે પીડિતાની માતાએ પણ તેને સાથ ના આપ્યો. પોલીસે પીડિતાની ફરિયાદ પર આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસ તેની સોતેલી માની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

દીકરી પર જ બગાડી નજર

દીકરી પર જ બગાડી નજર

મીડિયા રિપોર્ટ મુજબ બેંગ્લોરમાં એક સગીર છોકરી પોતાના 40 વર્ષના પિતા અને સોતેલી મા સાથે રહેતી હતી. છોકરી થોડા દિવસોથી શરદી અને ઉધરસથી પરેશાન હતી. મંગળવારે 23 જૂને છોકરીએ પોતાના પિતાને આ વિશે જણાવ્યું, પરંતુ પિતાએ તેને ઉધરસને બદલે ઊંઘની ગોળી ખવડાવી દીધી. જે બાદ આરોપી પિતાએ પોતાની દીકરીને હવશનો શિકાર બનાવી. છોકરી જ્યારે બીજા દિવસે ઊંઘમાંથી જાગી ત્યારે તેણે પોતાના પિતાને બાજુમાં સુતા જોઇ પોતાની સાથે યૌન શોષણનો અહેસાસ થયો.

પીડિતાની ફરિયાદ પર પલીસે કાર્યવાહી કરી

પીડિતાની ફરિયાદ પર પલીસે કાર્યવાહી કરી

મીડિયા રિપોર્ટ મુજબ પીડિતાએ આ ઘટના બાત પોતાની સોતેલી માને તેના પિતાની કરતૂત જણાવી, પરંતુ તેની માએ આ ચીજ નજરઅંદાજ કરી દીધી. જે બાદ છોકરીએ સફાઇમાં ઉપયોગ થતા કેમિકલ ગટગટાવી આપઘાતની કોશિશ કરી. આ દરમિયાન જ છોકરી સાહસ કરી પોલીસ સ્ટેશન તરફ ભાગી અને પોલીસને સમગ્ર ઘટના વિશે જણાવી દીધું. છોકરી પોલીસ સ્ટેશને જ બેભાન થઇ ગઇ હતી, જ્યાંથી તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X