For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરાર શિલ્પીએ કહ્યું, આસારામને ઓળખતી નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 11 સપ્ટેમ્બર: કિશોરી સાથે યૌન શોષણના કેસમાં જેલની હવા ખાઇ રહેલા આસારામની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. જોધપુર હાઇકોર્ટમાં એક જનહિત યાચીકા દાખલ કરવામાં આવી છે. તેમાં કેસની સીબીઆઇ દ્વાર તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે.

અરજીમાં એ પણ માંગણી કરવામાં આવી છે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય અને હાઇકોર્ટ કેસ પર નજર રાખે. હાઇકોર્ટ બે અઠવાડિયા બાદ અરજી પર સુનાવણી કરશે. આ દરમિયાન આસારામના છિંદવાડા સ્થિત આશ્રમની વોર્ડન શિલ્પીએ જોધપુરની સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે.

શિલ્પીએ કહ્યું હતું કે તે આસારામને ઓળખતી નથી. કહેવામાં આવે છે કે શિલ્પી સાથે આસારામના શારિરીક સંબંધ હતા. કહેવામાં આવે છે કે આસારામે તેને બે ફ્લેટ આપ્યા છે. શિલ્પી 29 ઓગષ્ટથી ફરાર છે. પોલીસનું કહેવું છે કે શિલ્પી જ પીડિતાને આસારામને જોધપુર સ્થિત આશ્રમમાં લઇ આવી હતી.

asaram-narco-test

આ દરમિયાન પીડિતાના પિતાએ આસારામનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. શાહજહાંપુરમાં પોતાના ઘરે પત્રકારો સાથેની વાતચીતમાં તેમને કહ્યું હતું કે જોઇ સમર્થકોને લાગે છે કે આસારામ નિર્દોષ છે તો તે નાર્કો અને બ્રેન મેપિંગ ટેસ્ટ કેમ કરાવતા નથી? આ ટેસ્ટથી દુનિયા અને લોકોની સમક્ષ સચ્ચાઇ આવી જશે. તેમને કહ્યું હતું કે અમે દરેક ટેસ્ટ કરાવવા માટે તૈયાર છીએ. તેમને સીબીઆઇ પાસે તપાસની માંગણી પર દબાણ કરતાં કહ્યું હતું કે આસારામના સમર્થકોને પણ આવી માંગણી કરવી જોઇએ જેથી સચ્ચાઇ સામે આવી શકે.

English summary
The father of the 16-year-old girl, allegedly sexually assaulted by self-styled godman Asaram, has demanded that a narco test be conducted on the religious preacher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X