રવિન્દ્ર જાડેજાનું રીવાબા જોડે સગપણ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રવિન્દ્ર જાડેજાનું રીવાબા જોડે સગપણ

રવિન્દ્ર જાડેજાનું રીવાબા જોડે સગપણ

ગોલ્ડન શેરવાની અને ઠાઠ બાઠ સાથે શુક્રવારે રાજકોટમાં ભારતના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રાજકોટની જડ્ડસ હોટલ પરિવાર સાથે રીવાબા જોડે સગાઇ કરવા પહોંચી ગયા હતા. સગાઇમાં પણ રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. સવારે 10:30 પંડિતે પરંપરિક વિધિ સાથે આ બન્નેના સગપણ કરાવ્યા હતા.

Work For Home ભારે પડ્યું, લાગ્યો 20 કરોડનો ચૂનો!

Work For Home ભારે પડ્યું, લાગ્યો 20 કરોડનો ચૂનો!

ઓનલાઇન બારકોડ કોપી પેસ્ટ કરી ઘરે બેઠા જ કમાણી કરવાની લાલચ આપીને હજારો લોકોને ચૂના લગાડનારી ઇંદોરની એક કંપનીએ અનેક ગુજરાતીઓને રાતા પાણી રોવડાવ્યા. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આવેલી આ કંપનીની ઓફિસે લગભગ 20 કરોડની ચૂનો લગાવ્યો હોવાની વાત બહાર આવી છે. કંપની ઉઠી જતા લોકો કંપનીની ઓફિસે દોડી આવ્યા હતા. તો બીજી તરફ પોલિસે પણ આ સમગ્ર મામલામાં વધુ તપાસ આદરી છે. ક્યૂ-7 પ્રાઇવેટ લિમીટેડ નામની આ કંપનીએ આવી ઉઠાતરી કરી છે.

સ્કૂલ વહાનો અમદાવાદમાં ફરી ફરતા થયા, વાલીઓને થયો હાશકારો

સ્કૂલ વહાનો અમદાવાદમાં ફરી ફરતા થયા, વાલીઓને થયો હાશકારો

નોંધનીય છે કે ગત બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા અમદાવાદ સ્કૂલવાહન એસોસિયનેશન બે દિવસ બાદ પોતાની હડતાળ સમેટી લીધી છે. ત્યારે ફરીથી રીક્ષા અને વાન બસ ચાલુ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ઇરફાન પઠાણે પણ પઢ્યા સફા સાથે નિકાહ

ઇરફાન પઠાણે પણ પઢ્યા સફા સાથે નિકાહ

4 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના બીજા એક જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણના નિકાહ સાઉદની જેદ્દાહ નામની જગ્યાએ સફા નામની યુવતી જોડે થયા. નોંધનીય છે કે ઇરફાન પઠાણે આ લગ્ન ખૂબ જ ગોપનીય રાખ્યા છે.

કચ્છમાં રઇસનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું

કચ્છમાં રઇસનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું

નોંધનીય છે કે બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ ગુજરાતના કચ્છ ખાતે તેમની આવનારી ફિલ્મ રઇસના શૂટિંગ માટે આવ્યા છે. પણ ગુરુવારે ખારી નદી કોતરમાં તેમનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે તેમની અસહિષ્ણુતા વાળી ટિપ્પણી બાદ વી.એચ.પી સંગઠન તેના આ શૂંટિગ માટે વિરોધ નોંધાવ્યો છે.

આસામમાં મોદીએ કહ્યું એક તેવી સરકારની જરૂરત છે જે ગરીબો માટે જીવે

આસામમાં મોદીએ કહ્યું એક તેવી સરકારની જરૂરત છે જે ગરીબો માટે જીવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આસામનું મુલાકાતે છે. જ્યાં મોરાનમાં મોદીએ કહ્યું કે ભારતને એક તેવી સરકારની જરૂરિયાત છે જે ગરીબો માટે જીવે, શ્રમિ
કોની જરૂરતોને પૂરી કરે. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રના સહિયારા વિકાસથી જ વિકાસ પામશે. વળી તેમને આવનારી ચૂંટણીમાં ભાજપનો સાથ આપવાનું પણ કહ્યું .

કન્યાકુમારી- બેંગલુરુ એક્સપ્રેસ તમિલનાડુમાં પાટા પરથી ઉતરી 40 ઇજાગ્રસ્ત

કન્યાકુમારી- બેંગલુરુ એક્સપ્રેસ તમિલનાડુમાં પાટા પરથી ઉતરી 40 ઇજાગ્રસ્ત

શુક્રવારે તમિલનાડુ પાસે કન્યાકુમારી-બેંગલુરુના 11 ડબ્બા પાટા પરથી ઉતરતા લગભગ 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ દક્ષિણ રેલ્વેની 11 ટ્રેનોને પણ રદ્દ કરવી પડી.

ફ્લાઇટમાં સોનુ નિગમે ગીત શું ગાયુ 5 એરહોસ્ટેસ થઇ સસ્પેન્ડ

ફ્લાઇટમાં સોનુ નિગમે ગીત શું ગાયુ 5 એરહોસ્ટેસ થઇ સસ્પેન્ડ

જેટ એરવેઝની ફ્લાઇટમાં બોલીવૂડના જાણીતા ગાયક સોનુ નિગમને ગીત ગવડાવું આ ફ્લાઇટના 5 એરહોસ્ટેસને ભારે પડ્યું આ તમામ હવે નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ફ્લાઇટમાં ગીત ગાતા સોનુનો વીડિયો વાયરલ થતા આ પગલાં લેવામાં આવ્યા છે. 4 જાન્યુઆરીએ જેટ એરવેઝની આ ફ્લાઇટ જોધપુરથી મુંબઇ જઇ રહી હતી. એરહોસ્ટેસની અપીલ બાદ એનાઉસમેન્ટ સિસ્ટમ પર સોનુએ ગીત ગાયું હતું.

સિયાચીન હિમસ્ખલનમાં ફસાયેલા 10 જવાનો શહીદ થયા

સિયાચીન હિમસ્ખલનમાં ફસાયેલા 10 જવાનો શહીદ થયા

બુધવારે સિયાચિન ગ્લેશિયર પર આવેલી ભારતીય સેનાની એક ચૌકી પર અચાનક જ બરફની મોટી શિલા પડતા ચોકીમાં હાજર 10 આર્મી જવાનો શહીદ થયા છે. આર્મી ચીફ દ્વારા બચાવ અને અભિયાન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પણ તેમને બચાવી નહતા શકાયા. વડાપ્રધાન અને આર્મી ચીફ આ ધટનાને દુખદ બતાવી શહિદોના પરિવારને શ્રદ્ધાજંલિ અર્પી છે.

ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂનો આજે બીજો દિવસ

ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂનો આજે બીજો દિવસ

4થી 8 ફેબ્રુઆરી વચ્ચે થનાર ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂનો આજે બીજો દિવસ છે. જેમાં દુનિયાના 52 દેશની સેનાઓએ ભાગ લીધો છે. જો કે પાકિસ્તાને તેના નેવીના જહાજને નથી મોકલ્યું. ત્યારે આજે આંધ્રપ્રદેશના રાજ્યપાલ દ્વારા આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવશે.

ડીએમ જોડે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનને મળી જેલ

ડીએમ જોડે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનને મળી જેલ

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની ડીએમ ચંદ્રકલાએ પોતાના સખ્ત અંદાજના લીધે જાણીતી છે પણ 18 વર્ષીય ફરાદ જ્યારે ડીએમના કાર્યલયમાં પોતાની ફરિયાદ લઇને આવ્યો અને તે બાદ જ્યારે તેને ડીએમ જોડે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો તો ડીએમએ શાંતિભંગની આશંકા હેઠળ ધારા 151 હેઠળ તેને જેલ મોકલી દીધા અને હવે તે ન્યાયિક રિમાન્ડ પર છે. જે બાદ વિવાદ થતા ચંદ્રકલાએ કહ્યું છે વિશાખા કાનૂન હેઠળ છોકરાએ મારી મરજી વિરુદ્ધ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો જે કાનૂનના વિરુદ્ધ છે.

હવે આમીર ખાન સ્નેપડિલની દિલ કી ડીલ નહીં કરી શકે

હવે આમીર ખાન સ્નેપડિલની દિલ કી ડીલ નહીં કરી શકે

અસહિષ્ણુતા મુદ્દે ટિપ્પણી કરનાર આમીર ખાનને અતૂલ્ય ભારત બાદ સેન્પડીલના બ્રાન્ડ એમ્બેસેડરના કામથી પણ નીકાળવામાં આવ્યો છે. સ્નેપડીલ જોડે આમીરનો કરાર આ મહિને પૂરો થયા બાદ તેને પોતાનો આ કરાર રિપીટ નથી કર્યો.

FB પર રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા તેજ પ્રતાપ યાદવને રાજલક્ષ્મી

FB પર રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા તેજ પ્રતાપ યાદવને રાજલક્ષ્મી

સામાન્ય રીતે કૂર્તા પાયજામા અને જેકેટમાં દેખાતા તેજ પ્રતાપ યાદવે તેમની પત્ની સાથે એક ફોટો ફેસબુક પર મૂક્યો છે. લાલુ યાદવની પુત્રી અને તેજની પત્ની તેવી રાજલક્ષ્મી અને તેજ આ ફોટોમાં ક્રૂઝમાં ખૂબ જ મોર્ડન અને ગ્લેમર સ્ટાઇલમાં ઊભેલા જોવા મળે છે.

ભારતમાં ISISનો યુવકોને ફંડિગ કરતા આતંકી, દિલ્હીથી પકડાયો

ભારતમાં ISISનો યુવકોને ફંડિગ કરતા આતંકી, દિલ્હીથી પકડાયો

દિલ્હી પોલિસને એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. દિલ્હીની સ્પેશય સેલે આનંદ વિહાર આઇએસબીટીમાંથી એક સંદિગ્ધને પકડ્યો છે. મોહસિન ઇબ્રાહિમ સૈય્યદ નામનો આ વ્યક્તિ ISISમાં જોડાવા જવા માટે સીરિયા જઇ રહ્યો હતો. વળી મોહસિન પર આ આતંકી સંગઠન માટે ફડિંગ પૂરુ પાડવાનો પણ આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X