સંસદમાં વિરોધ: અડવાણી કહ્યું મન થાય છે રાજીનામું આપી દઉં

Posted By:
Subscribe to Oneindia News

સંસદમાં સરકાર અને વિપક્ષની વચ્ચે ચાલી રહેલા ગતિરોધથી નારાજ બીજેપીના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ લાલકૃષ્ણ અડવાણી ગુરુવારે ફરી એક વાર ગુસ્સામાં જોવા મળ્યા. તેમણે કહ્યું કે સંસદમાં જે રીતની પરિસ્થિતી ઊભી થઇ છે તેને જોતા મન થાય છે કે રાજીનામું આપી દઉં. અડવાણીએ કહ્યું કે જો શુક્રવારે પણ લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઇ ગઇ તો સંસદ હારી જશે. અને આપણી બધાની બદનામી થશે. મારું તો મન થાય છે કે રાજીનામું આપી દઉં.

advani


આરોપ- પ્રત્યારોપ
16 નવેમ્બરથી શરૂ થયેલા સંસદ સત્રમાં અત્યાર સુધી સતત કેન્દ્ર સરકાર અને વિપક્ષની વચ્ચે વિરોધ ચાલુ છે. વિપક્ષ સદનમાં નોટબંધી પર ચર્ચા કરવા ઇચ્છે છે. અને સરકાર અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ પર ચર્ચા કરવા ઇચ્છે છે. સરકારે વિપક્ષ પર ચર્ચાથી ભાગવા માટે આરોપ લગાવ્યો છે. તો વિપક્ષે જનતાની મુશ્કેલી વધારવા અને જવાબ આપવાથી બચવાનો આરોપ લગાવ્યો છે.


નોટબંધી પર ચર્ચા
ગુરુવારે વિરોધ બાદ લોકસભાની કાર્યવાહી દિવસ ભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તે પછી નારાજ અડવાણી કહ્યું કે નોટબંધી પર ચર્ચા થવી જોઇએ. અને આવી જ સ્થિતી રહી તો તે રાજીનામું આપી દેશે.


જે રોકી રહ્યા છે તેમનું નામ કહો
અડવાણીએ વધુમાં કહ્યું કે સંસદમાં બધા પોતાની જીતનું વિચારી રહ્યા છે. પણ જો સંસદ હારી જશે તો બધાની બદનામી થશે. વધુમાં તેમણે એ પણ કહ્યું કે લોકસભા સ્પીકર સદનમાં તે સદસ્યોના નામ લે જે વારંવાર સદનની કાર્યવાહીમાં ભંગ પાડી રહ્યા છે.

English summary
Feel like to quit from lok sabha sue to this situation says bjp leader lal krishna advani.
Please Wait while comments are loading...