For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Miss India 2020 Runner up માન્યા સિંહ છે રિક્ષાચાલકની દીકરી, વીતાવ્યુ છે સંઘર્ષ-દુઃખભર્યુ જીવન

ફેમિના મિસ ઈન્ડિયા 2020માં યુપીની માન્યા ઓમપ્રકાશ સિંહે જે રીતે લોકો સામે પર્ફોર્મ કર્યુ તેનાથી કોઈને અંદાજ પણ ન આવી શકે કે અહીં સુધી પહોંચવા માટે તેણે કેટલો અને કેવો સંઘર્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Femina Miss India 2020 Runner-up Manya singh life is full of Struggle and Pain: મુંબઈઃ તેલંગાના ગર્લ માનસા વારાણસીએ મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વળી, આ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની માન્યા સિંહ અને હરિયાણાની મનિકા શિયોકાંડ ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ રહી. તમને જણાવી દઈએ કે આ પ્રતિયોગીતા 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રતિયોગીતામમાં યુપીની માન્યા ઓમપ્રકાશ સિંહે જે રીતે લોકો સામે પર્ફોર્મ કર્યુ તેનાથી કોઈને અંદાજ પણ ન આવી શકે કે અહીં સુધી પહોંચવા માટે તેણે કેટલો અને કેવો સંઘર્ષ કર્યો છે.

માન્યાની માનુ ઘણી વાર થયુ શોષણ

માન્યાની માનુ ઘણી વાર થયુ શોષણ

માન્યા સિંહ યુપીના એક નાના શહેરના રિક્ષાચાલકની દીકરી છે. હાલમાં જ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં માન્યાએ પોતાની જિંદગીના કડવા સત્યો વિશે લોકોને જણાવ્યુ હતુ. માન્યાએ કહ્યુ હતુ કે અહીં સુધી પહોંચવુ જ એક સપનુ પૂરુ થવા જેવુ છે. તેના પપ્પા રિક્ષાચાલક છે અને તેની મા ઘરોમાં સાફ-સફાઈનુ કામ કરતી હતી. તેનુ બાળપણ બીજાના આપેલા કપડા, પુસ્તકો અને રમકડાં પર જ વીત્યુ છે. ત્યાં સુધી કે તેની માને શારીરિક અને માનસિક શોષણનો પણ શિકાર થવુ પડ્યુ, તેમણે ઘણુ બધુ સહન કર્યુ છે. મા-પપ્પા બંનેએ પોતાના ઘરેણા વેચીને મને ભણાવી અને તેમણે કેટલીયે રાતો ખાધા વિના પસાર કરી છે.

મા-બાપે ઘરેણા વેચીને માન્યાને ભણાવી

મા-બાપે ઘરેણા વેચીને માન્યાને ભણાવી

માન્યાએ એ પણ કહ્યુ કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તે ઘરેથી ભાગી ગઈ હતી જેનાથી તે ઘરની હાલત ઠીક કરી શકે પરંતુ માન્યાએ કહ્યુ કે તેને સમજમાં આવી ગયુ કે પરિવાર વિના તે અધૂરી છે. પછી તે પાછી ઘરે આવી ગઈ હતી. તેણે પોતાના અભ્યાસ પર ફોકસ કર્યુ. પોતાના જૂના દિવસોને યાદકરીને માન્યાએ ભાવુક થઈને જણાવ્યુ કે ઘરની હાલત સુધારવા માટે ઘણી નાની ઉંમરમાં તેણે નોકરી કરવાનુ શરૂ કરી દીધુ હતુ. તેણે પણ લોકોના ઘરોમાં વાસણ માંજ્યા છે. વળી, તે ઘણી વાર ટ્રેનોના વૉશરૂમમાં તૈયાર થતી હતી અને રાતે કૉલ સેન્ટરમાં કામ કરતી હતી.

માન્યા સિંહ લોકો માટે બની ઉદાહરણ

માન્યા સિંહ લોકો માટે બની ઉદાહરણ

માન્યાએ જણાવ્યુ કે આર્થિક, માનસિક અને શારીરિક કષ્ટો અને મા-બાપના પ્રોત્સાહને જ તેને આગળ વધવા, સપના જોવા માટે પ્રેરિક કરી. આજે જ્યારે હું અહીં પહોંચી છુ તો લાગે છે કે જાણે મે મારા સપનાને સાચા સાબિત કરી દીધા છે. હું ઉપરવાળાની અને પોતાના પરિવારની આભારી છુ જેમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. માન્યાએ પોતાના પિતા, મા અને ભાઈની સ્થિતિ ઠીક કરવા માટે બહુ બધુ કર્યુ છે. માન્યાએ કહ્યુ કે જો તમે કંઈ કરવાનુ નક્કી કરી લો અને તેના માટે દિવસ-રાત વિચારો અને શિદ્દતથી તેના માટે મહેનત કરો, તો તમે દરેક વસ્તુ મેળવી શકો છો. સપના જુઓ અને તેને પૂરા કરવામાં લાગી જાઓ.

Happy Hug Day 2021: બાંહોમે ચલે આઓ.... હમસે સનમ ક્યા પરદા...Happy Hug Day 2021: બાંહોમે ચલે આઓ.... હમસે સનમ ક્યા પરદા...

English summary
Femina Miss India Runner up 2020 Manya Singh life is full of struggle and pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X