For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણને રોકવા ટેક્સીમાં ડ્રાઈવર અને સવારી વચ્ચે કાચ જરૂરી

ટેક્સી સેવા સુચારુ કરવા અને ડ્રાઈવરોને સંક્રમણથી બચાવવા માટે કેરળ સરકારે અનોખી પહેલ કરી છે.

|
Google Oneindia Gujarati News

આખો દેશ કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત છે. કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે 17 મે સુધી લૉકડાઉનનુ એલાન કર્યુ છે. આ વખતે સરકારે ઘણા વિસ્તારોમાં દુકાનો ખોલવા અને ટેક્સી સેવાઓમાં છૂટ આપી છે જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય. આ દરમિયાન ટેક્સી સેવા સુચારુ કરવા અને ડ્રાઈવરોને સંક્રમણથી બચાવવા માટે કેરળ સરકારે અનોખી પહેલ કરી છે. જે હેઠળ હવે ટેક્સીમાં ડ્રાઈવર અને સવારી વચ્ચે કાચ જરૂરી હશે.

માત્ર બે જણ મુસાફરી કરી શકશે

માત્ર બે જણ મુસાફરી કરી શકશે

એશિયાનેટ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર સરકારે ટેક્સી સંચાલન માટે અમુક મહત્વની શરતો રાખી છે. જે હેઠળ આગળની સીટ પર કોઈ નહિ બેસે. વળી, પાછળની સીટ પર માત્ર બે જણને બેસવાની અનુમતિ હશે. આ દરમિયાન ડ્રાઈવર અને સવારી વચ્ચે કાચ લગાવવામાં આવશે જેનાથી કોરોના સંક્રમણને રોકી શકાય. વળી, યાત્રીને ટેક્સીમાં બેસતા પહેલા ડ્રાઈવર તેને સેનિટાઈઝર આપશે. ત્યારબાદ ડ્રાઈવર કારનો ગેટ ખોલશે. યાત્રીને ગેટ અડવાની અનુમતિ નહિ હોય. આ દરમિયાન ઑનલાઈન મની ટ્રાન્સફર થશે જેથી ડ્રાઈવર અને યાત્રીમાં કોઈ સંપર્ક ન હોય. યાત્રા દરમિયાન યાત્રી અને ડ્રાઈવરે માસ્ક પહેરવુ અનિવાર્ય હશે. સરકારના નિર્દેશના જણાવ્યા મુજબ દરેક યાત્રા બાદ ડ્રાઈવર કારને સાફ કરશે. યાત્રા દરમિયાન એસી પણ ચલાવી શકાશે નહિ. જો ગ્લાસ ન લગાવી શકતા હોય તો સારી ક્વૉલિટીની પ્લાસ્ટિક શીટ લગાવી શકાય છે.

જાવેદ જાફરીને ગમ્યો આઈડિયા

જાવેદ જાફરીને ગમ્યો આઈડિયા

વળી, ટેક્સી ડ્રાઈવરના સંક્રમણથી બચાવવાનો આ આઈડિયા એક્ટર જાવેદ જાફરીને ગમ્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે કેરળમાં એરપોર્ટની ટેક્સીમાં ફાઈબર ગ્લાસ લાગેલો છે, જે ડ્રાઈવરને યાત્રીથી અલગ કરે છે. કોરોના લૉકડાઉનનો સિલસિલો એક વર્ષ સુધી ચાલશે. ડ્રાઈવર પોતાના પરિવાર અને ખુદને સુરક્ષિત કરી રહ્યા છે. આ બહુ સારુ પગલુ છે.

કેરળમાં માત્ર 37 સક્રિય કેસ

કેરળમાં માત્ર 37 સક્રિય કેસ

આખા દેશમાં કોરોનાના 50 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. વળી, કોરોનાથી અત્યાર સુધી 1600થી વધુ મોત થયા છે. જ્યારે 14291 દર્દી રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ કેરળથી સામે આવ્યો હતો.ત્યારબાદ પણ કેરળમાં સ્થિતિ કાબુમાં છે. જ્યાં અત્યાર સુધી 536 કોરોના દર્દી સામે આવ્યા છે. જેમાંથી માત્ર ચાર લોકોના મોત થયા છે. જ્યારે 462 લોકો રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. 37 એક્ટિવ કેસ છે. કેરળ સરકારે કોરોનાને રોકવા માટે ઘણા મોટા પગલા લીધા છે. જેના કારણે ત્યાં કેસની સંખ્યા ઓછી છે.

આ પણ વાંચોઃ કોરોના સંકટમાં ટેક્સ વધારવાના નિર્ણયને ચિદમ્બરમે ગણાવ્યો અયોગ્ય, કહી આ વાતઆ પણ વાંચોઃ કોરોના સંકટમાં ટેક્સ વધારવાના નિર્ણયને ચિદમ્બરમે ગણાવ્યો અયોગ્ય, કહી આ વાત

English summary
Fibre Glass partition compulsory in taxi in kerala due to corona out break
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X