નરેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

દિલ્હીના નરેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મંગળવારની સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. આ સાથે હજૂ પણ ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે.

દિલ્હીના નરેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મંગળવારની સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. આ સાથે હજૂ પણ ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે. આ આગ પર કાબુ મેળવવા માટે 10 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હજૂ પણ રાહત અને બચાવ કાર્ય યથાવત

હજૂ પણ રાહત અને બચાવ કાર્ય યથાવત

મળતી માહિતી મુજબ, આ આગ ફૂટવેર કંપનીમાં લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. આ બંને મૃતક મજૂરોની ઓળખ હજૂ સુધી થઈ શકી નથી. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા છે, જેના આંકડો સામે આવ્યો નથી. જેમને આગમાંથી બચાવી લેવામાં આવ્યા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે ઘટનાસ્થળે હજૂ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા

ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા

ઉલ્લેખનીય છે કે, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર ફાઈટરોએ બચાવી લીધેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આસપાસ એકઠા થયેલા લોકોને સ્થળ પરથી ખસી જવા જણાવાયું

આ સાથે જ ફેક્ટરીની અંદર 8 થી 10 લોકો ફસાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આગ લાગવાનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

નોંધનીય છે કે, આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આવા સમયે, પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફે આસપાસ એકઠા થયેલા લોકોને સ્થળ પરથી ખસી જવા જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X