3 કલાક ચાલી જેઠમલાણી અને જેટલીની દલીલ, જેટલી થયા ભાવુક

Written By:
Subscribe to Oneindia News

આમ આદમી પાર્ટી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલી એ સોમવારે અદાલતમાં પોતાના સાથી વકીલ રામ જેઠમલાણી ના સવાલોની જવાબ આપ્યો હતો. આ દરમિયાન જેઠમલાણીએ જેટલીને વિસ્તારથી જણાવવા કહ્યું કે, કઇ રીતે તેમની પ્રતિષ્ઠાને અપૂર્ણિય અને ક્ષતિપૂર્તિ ન થઇ શકે એવી હાનિ થઇ છે. જેઠમલાણીએ પૂછ્યું કે, તમે વ્યક્તિગત ભાવનાઓની મહાનતા સાથે શું કર્યું હતું?

ત્રણ કલાક ચાલેલી આ દલીલમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા જેઠમલાણીએ કડક વલણ અપનાવતાં જેટલીને કહ્યું કે, તેઓ સ્પષ્ટતા સાથે જણાવે તેમણે માનહાનિનો કેસ કેમ કર્યો? સંયુક્ત રજિસ્ટ્રાર અમિત કુમાર સામે જેઠમલાણીએ જેટલીને 52 પ્રશ્નો પૂછ્યા હતા.

arun jaitley

માનહાનિ રૂ.10 કરોડની છે એવું કઇ રીતે નક્કી કર્યું?

જેઠમલાણી પૂછ્યું કે, તમે કઇ રીતે નક્કી કર્યું કે, તમારી જે માનહાનિ થઇ છે તેની આર્થિક ભરપાઇ થઇ શકે છે અને આ માનહાનિ રૂપિયા 10 કરોડની છે? આના જવાબમાં જેટલીએ કહ્યું કે, મારી માનહાનિની ક્ષતિપૂર્તિ રોકડના આધારે કરવી મુશ્કેલ છે, પરંતુ પરિવાર, મિત્રો અને સમાજમાં મારી જે શાખ છે એને આધારે મે રૂપિયા 10 કરોડનો દાવો કર્યો છે.

જ્યારે અરુણ જેટલીએ કહ્યું કે, તેમના સન્માનને થયેલી ક્ષતિના ભરપાઇ પૈસા દ્વારા કરવી અશક્ય છે. જે નુકસાન માટે મેં દાવો કર્યો છે એ તો મારા સન્માનને થેયલી ક્ષતિનો એક નાનકડો ભાગ છે. આ સામે જેઠમલાણીએ કહ્યું કે, શું તમે પોતાને એટલા મહાન સમજો છો કે, તેને આર્થિક રીતે માપી શકાય એમ નથી.

અરુણ જેટલી થયા ભાવુક

જેઠમલાણીના આ સવાલનો જવાબ આપતાં અરુણ જેટલી બાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મારી છબિ બગાડવા માટે સતત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંપૂર્ણ રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય રાજકારણીય આલોચના અંગે કંઇ નથી કહ્યું, પરંતુ આ વખતે મારી નિષ્ઠા પર પ્રશ્નાર્થ મુકવામાં આવ્યો. વર્ષ 1977થી હું વકીલાત કરી રહ્યો છું. મીડિયાના અહેવાલોથી મને જાણ થઇ કે, વર્ષ 2015માં દિલ્હી સચિવાલયમાં પૂર્વ સચિવ રાજેન્દ્ર કુમારની ઓફિસ પર સીબીઆઇ એ છાપો માર્યો હતો. આ અંગે મુખ્યમંત્રી કહ્યું કે, આ કાર્યવાહી મારા કહેવા પર કરવામાં આવી છે, જ્યારે કે મને આ અંગે કોઇ જાણકારી નહોતી. ત્યાર બાદ દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘ(ડીડીસીએ) સાથે જોડયેલા મામલે મારી પર નિશાન સાધવામાં આવ્યું.

અહીં વાંચો - અડવાણી રાજકારણમાંથી ખસ્યા, બાબરી મસ્જિદ મામલે ફસાયા

શું છે આખો મામલો?

નાણાં મંત્રી અરુણ જેટલીએ ડીડીસીએના કથિત ગોટાળા અંગે ખોટા આરોપો લગાવવાનો દાવો કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આપ નેતા કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ, રાઘવ ચડ્ઢા અને દીપક વાજપાયી વિરુદ્ધ દિલ્હીની ઉચ્ચ અદાલતમાં દસ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

English summary
Arun Jaitley stated Kejriwal & others made defamatory statements to deflect attention from CBI raids at office of his Principal Secy.
Please Wait while comments are loading...