શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરિંડીની ફરિયાદ દાખલ

Written By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ગુરૂવારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરપિંડી ની ફરિયાદ નોંધવામાં આવી છે. એક ટેક્સટાઇલ કંપનીના માલિકે આ બંન્ને વિરુદ્ધ રૂ.24 લાખની છેતરપિંડીની ફરિયાદ કરતાં એફઆઇઆર નોંધવામાં આવી છે.

shilpa shetty raj kundra

પ્રાપ્ત જાણકારી અનુસાર ભિવંડી પોલીસ સ્ટેશનમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ આઇપીસીની કલમ 406 તથા 420 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ભિવંડીના એક કપડાના વેપારીનો આરોપ છે કે, શિલ્પા અને રાજ કુંદ્રાએ તેમના તરફથી રૂ.24 લાખ લીધા હતા, પરંતુ એ રૂપિયા તેમને આપ્યા નહીં.

અહીં વાંચો - યાત્રીએ કર્યું PM મોદીને ટ્વીટઃ મદદ કરો, વિમાન હાઇજેક થયું છે

ઉલ્લેખનીય છે કે, બિગ ડીલ્સ કંપની, જેમાં શિલ્પા અને રાજ કુંદ્રા નિયામકના પદ પર છે, તેમણે આ મલોટિયા ટેક્સટાઇલ તરફથી વેચાણ કર્યું હતું. પરંતુ તેનાથી થયેલ કમાણીનો નિશ્ચિત ભાગ ટેક્સટાઇલ કંપનીને ચૂકવવામાં આવ્યો નથી.

English summary
A FIR was registered on Thursday against Bollywood actress Shilpa Shetty and Raj Kundra in connection with a cheating case in Thane's Bhiwandi police station.
Please Wait while comments are loading...