For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ પર વાંધાજનક ટ્વિટ કરતા કોંગ્રેસની સોશિયલ મીડિયા આયોજક સામે FIR

લખનઉમાં કોંગ્રેસની પૂર્વ સાંસદ અને કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલની આયોજક દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યા સામે દેશદ્રોહના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉમાં કોંગ્રેસની પૂર્વ સાંસદ અને કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલની આયોજક દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યા સામે દેશદ્રોહના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમણે પીએમ નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ટ્વિટ કર્યુ હતુ. ત્યારબાદ ભાજપ નેતાઓએ તેમની સામે ગોમતીનગર પોલિસ સ્ટેશનમાં દેશદ્રોહના આરોપમાં એફઆઈઆર દાખલ કરાવી છે.

Ramya

તેમના ટ્વિટથી ભાજપ નેતાઓ સાથે સામાન્ય જનમાનસમાં અસંતોષ ફેલાઈ ગયો છે. હજારો લોકોએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતા તેમની નિંદા કરી. કેસની જાણકારી આપતા એરિયા ઓફિસર ચક્રેશ મિશ્રાએ જણાવ્યુ કે વિવેકખંડ નિવાસી એડવોકેટ સૈયદ રિઝવાન અહેમદે મંગળવારે દિવ્યા સ્પંદના સામે જાણવાજોગ કરી હતી ત્યારબાદ આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી. વળી, કેસની તપાસ સાઈબર સેલને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદોઆ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદો

શું છે મામલો

કહેવામાં આવી રહ્યુ છે કે દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યાએ સોમવારે પીએમ નરેન્દ્ર મોદીના ફોટો પોસ્ટ કરીને એક વાંધાજનક ટ્વિટ કર્યુ હતુ. જેના પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપતા ટ્વિટર પર આની આકરી નિંદા કરી હતી. એડવોકેટ સૈયદ રિઝવાન અહેમદનું કહેવુ છે કે આ પોસ્ટના માધ્યમથી દિવ્યાએ દેશવાસીઓના મનમાં સરકાર સાથે પીએમ મોદી સામે ઘૃણાનો ભાવ પેદા કરવાની કોશિશ કરી છે. જેના માટે તેમના પર આકરી કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચોઃ નરોડા પાટિયા કેસમાં 80 સાક્ષીઓના હસ્તાક્ષરની માંગ કરતી અરજીનો હાઈકોર્ટમાં નિકાલઆ પણ વાંચોઃ નરોડા પાટિયા કેસમાં 80 સાક્ષીઓના હસ્તાક્ષરની માંગ કરતી અરજીનો હાઈકોર્ટમાં નિકાલ

પહેલો કેસ નથી

દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યાએ પીએમ મોદી અંગે આ પહેલા પણ ઘણી વાર આવુ ટ્વિટ કર્યુ છે. ક્યારેક તેમણે પોસ્ટના માધ્યમથી પીએમ મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા તો ક્યારેક કોઈ યોજના અંગે. ત્યારબાદ કોંગ્રેસ મીડિયા સેલના હેડને દરેક વખતે ટ્વિટર પર ટ્રોલ થવુ પડે છે.

English summary
FIR filed against Congress social media organizer Ramya on objectionable tweet on PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X