For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીઃ સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી

દિલ્લીમાં સંસદ ભવનની એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં સંસદ ભવનની એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગી ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ લાગી છે. રાહત તેમજ બચાવ કાર્ય માટે સ્થળ પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ હાજર છે. ફાયર વિભાગનુ કહેવુ છે કે આગ લાગવાની સૂચના મળ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી છે જે આગને કાબુ કરવાની કોશિશ કરી રહી છે. જો જરૂર પડી તો વધુ ગાડીઓને મોકલવામાં આવશે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે આગને જલ્દી કાબુમાં કરી લેવામાં આવશે.

parliament

માહિતી મુજબ સંસદ ભવનની એનેક્સી બિલ્ડીંગમાં આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી છે. હાલમાં કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. આ પહેલા સાઉથ બ્લૉકમાં સંરક્ષણ મંત્રાયના એક રૂમમાં આગ લાગી ગઈ હતી. જો કે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નહોતા. ફાયર બ્રિગેડની ગાડીઓએ આગને જલ્દી નિયંત્રણમાં કરી લીધુ હતી. વળી, બે દિવસ પહેલા દિલ્લીના ઓખલામાં પણ આગ લાગવાના સમાચાર આવ્યા હતા. અહીં લાલકુઆ વિસ્તારમાં ઈ-કાર્ટ બિલ્ડીંગમાં આગ લાગી ગઈ હતી. બિલ્ડીંગના ગોદામમાં આગ લાગી હતી. જેને નિયંત્રણમાં લાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી હતી.

તેના થોડા દિવસો પહેલા દક્ષિણી દિલ્લીના ટિગરી વિસ્તારમાં એક એલપીડી સિલિન્ડર ફાટવાથી આગ લાગી ગઈ હતી. અહીં આગ ઘણી ભીષણ હતી. જેને બૂઝાવવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ મોકલવામાં આવી હતી અને આગને કાબુમાં કરવામાં આવી. આ ઉપરાંત ગુજરાતમાં સુરતના ઉધનામાં પણ પેરિસ પ્લાઝા સ્થિત એક ગોદામમાં ઑક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. જેનાથી એક યુવકનુ મોત થઈ ગયુ જ્યારે ગોદામના માલિક સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. સૂચના મળતા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે લગભગ 15 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

અફઘાનિસ્તાનમાં સેનાએ 5 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા અફઘાનિસ્તાનમાં સેનાએ 5 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા

English summary
Fire breaks out on 6th floor of the parliament annexe building in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X