મુંબઈમાં 20 માળની બિલ્ડિંગમાં લાગી આગ, 7 લોકોના મોત, 15 ઘાયલ
મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે સવારે એક ભયંકર દૂર્ઘટના બની ગઈ.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે સવારે એક ભયંકર દૂર્ઘટના બની ગઈ. મુંબઈના તારદેવમાં ભાટિયા હૉસ્પિટલ પાસે સ્થિત 20 માળની કમલા બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ જેના કારણે અત્યાર સુધી સાત લોકોના મોત થયાના સમાચાર છે. આ ઉપરાંત દૂર્ઘટનામાં લગભગ 15 લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે જેમને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બીએમસી અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે જેંમણે ઘણી મહેનત બાદ હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે.

સાવચેતી રૂપે બિલ્ડિંગ પાસે 5 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. દૂર્ઘટના પર મુંબઈના મેયર કિશોરી પેડનેકરે નિવેદન આપીને કહ્યુ કે રેસ્ક્યુ કરાયેલા 6 વૃદ્ધ લોકોને ઑક્સિજન સપોર્ટ સિસ્ટમની જરુર હતી જેમને તરત જ હૉસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ધૂમાડો ખૂબ જ વધુ છે. બિલ્ડિંગમાંથી બાકીના લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર
શરુઆતની માહિતી મુજબ કમલા બિલ્ડિંગના 18માં માળ પર સવારે લગભગ 7.30 વાગે આ આગ લાગી. દૂર્ઘટનામાં ઘાયલ થયેલા 15 લોકોને નજીકની ભાટિયા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે જ્યારે બાકીનાનો ઈલાજ જનરલ વોર્ડમાં ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
