દિલ્હીના કરોલ બાગ સ્થિત હોટલમાં ભીષણ આગ લાગી, 9નાં મોત
દિલ્હીના કરોલ બાગ સ્થિત હોટલમાં ભીષણ આગ લાગી, 9નાં મોત
નવી દિલ્હીઃ દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં ભીષણ આગ લાગી, જેમાં 9 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરફાયટરની પાંચ ગાડી કામે લાગી ગઈ છે. હોટલ અર્પિત પેલેસમાં આગ લાગી છે. આગને ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ ઝહેમત કરી રહી છે. કયા કારણસર આગ લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. ઘાયલ લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

ઘટના વિશે ફાયર અધિકારી ડેપ્યૂટી ચીફ સુનીલ ચૌધરીએ જણાવ્યું કે આ ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા છે, આ આગ આજે સવારે હોટલ અર્પિત પેલેસમાં લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, મૃતકોના દેહને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. રાહત અને બચાવ કા્ય ચાલુ છે. જણાવી દઈએ કે ઘટના બાદ આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે ફાયરફાયટરની ગાડી પહોંચી ગઈ હતી. આગ લાગ્યા બાદ ચારોતરફ અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને ભાગદોડ મચી હતી. એક ફાયર અધિકારીએ જણાવ્યું કે બે લોકો બિલ્ડિંગ ઉપરથી જ કૂદી ગયા હતા.
આ પણ વાંચો- SCમાં હાજર થવાના 1 દિવસ પહેલા CBIના પૂર્વ ઈન્ટરિમ ડિરેક્ટરે બિનશરતી માફી માંગી












Click it and Unblock the Notifications
