For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCમાં હાજર થવાના 1 દિવસ પહેલા CBIના પૂર્વ ઈન્ટરિમ ડિરેક્ટરે બિનશરતી માફી માંગી

CBIના પૂર્વ ઈન્ટરિમ ડિરેક્ટરે કોર્ટની બિનશરતી માફી માંગી

|
Google Oneindia Gujarati News

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીના ટ્રાન્સફર મામલામાં ન્યાયાલયનો અનાદર કરવાના મામલામાં એજન્સીના પૂર્વ ઈન્ટરિમ ડિરેક્ટર નાગેશ્વર રાવે સોમવારે સુપ્રીમ કોર્ટ પાસે બિનશરતી માફી માંગી લીધી છે. રાવે સોમવારે પોતાનું માફીનામું કોર્ટમાં ત્યારે દાખલ કરાવી દીધું જ્યારે આ મામલામાં ચીફ જસ્ટિસની કોર્ટમાં મંગળવારે સુનાવણી થનાર છે. તેમણે પોતાના માફીનામામાં કહ્યું કે તેમણે જાણીજોઈને અદાલતનું અપમાન નહોતું કર્યું.

nageshwar rao

સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ્ટના મામલામાં મોકલેલ કારણ દર્શાવો નોટિસનો જવાબ આપતા નાગેશ્વર રાવે કહ્યું કે તેમને એ વાતનો એહસાસ છે કે તેમણે મુઝફ્ફર મામલાની તપાસ કી રહેલ અધઇકારી એકે શર્માની બદલી કોર્ટની મંજૂરી વિના નહોતી કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે તેઓ ઈમાનદારીથી પોતાની ભૂલ સ્વીકારે છે અને બિનશરતી માફી માંગતા કહેવા ઈચ્છે છે કે તેમણે જાણીજોઈને માનનીય ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન નહોતું કર્યું, કેમ કે એવું કરવાનું સ્વપ્નેય ન વિચારી શકું.

ઉલ્લેખનીય છે કે 7 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે નાગેશ્વર રાવને ફટકાર લગાવી હતી. મુઝફ્ફરનગર મામલે કોર્ટે પહેલા જ સ્પષ્ટ કર્યું કે તપાસ કરી રહેલ સીબીઆઈ અધિકારી એકે શર્માનું ટ્રાન્સફર કોર્ટની મંજૂરી વિના કરવામાં ન આવે. પરંતુ સીબીઆઈના બે શીર્ષ અધિકારી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે ઘમાસાણની વચ્ચે કેન્દ્રએ સીવીસીની ભલામણ પર બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા અને રાતોરાત નાગેશ્વર રાવને સીબીઆઈના ઈન્ટરિમ ડિરેક્ટર નિયુક્ત કરી દીધા. જે બાદ નાગેશ્વર રાવે એકે શર્મા સહિત અન્ય કેટલાક અધિકારીઓનું ટ્રાન્સફર કરી દીધું.

સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીએ પોતાના આદેશમાં નાગેશ્વર રાવ અને અન્ય એક અધિકારીને પ્રથમ દ્રષ્ટિએ કોર્ટના અપમાનના દોષિ માન્યા અને કહ્યું કે રાવે કેબિનેટનની અપોઈન્ટમેન્ટ કમિટીને શર્માનું ટ્રાન્સફર ન કરી શકવાના આદેશ વિશે નહોતં જણાવ્યું. સીબીઆઈએ આ બંને અધિકારીઓને સમન્સ પાઠવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, 'આપણા દેશ સાથે તમે રમત રમ્યા. ઈશ્વર તમારી રક્ષા કરે.'

આ મામલામાં સુપ્રીમ કોર્ટની ગંભીરતાને જોતા હવે મંગળવારે એટલે કે કોર્ટમાં હાજર થવાના એક દિવસ પહેલા નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટમાં માફીનામું દાખલ કર્યું છે. તેમણે પોતાના માફીનામામાં કહ્યું કે, 'હું દ્રઢતાપૂર્વક પોતાની ભૂમલ માનતાં માનનીય ન્યાયાલય પાસેથી બિનશરતી માફી માંગું છું. હું સન્માનપૂર્વક પ્રાર્થના કરું છું કે માનનીય અદાલત પણ મારી માફી સ્વીકાર કરવાની કૃપા કરશે.'

આ પણ વાંચો- નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત રત્ન પરત કરશે ભૂપેન હજારિકાનો પરિવાર

English summary
Former Interim CBI Chief Nageshwar Rao renders unconditional apology to SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X