જીએસટી લાગુ થયા પછી પહેલી બિલ અહીં કપાયું

Posted By:
Subscribe to Oneindia News

સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ટેક્સની સિસ્ટમ હેઠળ જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી લોન્ચ કર્યું. આ દરમિયાન સિનેમા અને ઉદ્યોગ જગત સમેત રાજનીતિના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જીએસટી લાગુ થયા પછી દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બિગ બજારની અંદર પહેલું જીએસટી બિલ નીકાળવામાં આવ્યું હતું. ફ્યૂચર ગ્રુપના સીઇઓ કિશોર બિયાનીએ જીએસટીનું પહેલુ બિલ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યું હતું.

gst

ઉલ્લેખનીય છે ટેક્સ સિસ્ટમમાં સુધાર કર્યા પછી લાંબા સમયથી જીએસટી અટકાઇને ઊભું હતું. શુક્રવારે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લગભગ 800 લોકોની હાજરીમાં મધ રાતે એક ભવ્ય કાર્યક્રમ દ્વારા જીએસટીને લાગુ કરવામાં આવ્યું હતું . જીએસટી પછી સમગ્ર દેશમાં એક સમાન ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ જીએસટી લોન્ચ થયા પછી તેને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સનું ઉપનામ આપ્યું છે. સાથે જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં જીએસટી દ્વારા તમામ રાજ્યોને એક મોતીમાં પોરવવાની વાત કહેવામાં આવી હતી.

English summary
First GST bill in Mumbai Big Bazaar. Read here more on this news.
Please Wait while comments are loading...