For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર

પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના પ્રચારનો આખરી દિવસ ઐતિહાસિક રહ્યો. જે પાછલા પાંચ વર્ષમાં ક્યારેય જોવા ન મળ્યું તે શુક્રવારે જોવા મળ્યું. પીએમ નરેન્દ્ર મોદીે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે 5 વર્ષમાં પહેલીવાર પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રેન્સ યોજી. જો કે નરેન્દ્ર મોદીએ કોઈપણ પત્રકારના સવાલના જવાબ નહોતા આ્યા. તેમણે કહ્યું હતું કે બધા જ સવાલોના જવાબ અમિત શાહ આપશે. તમામ સવાલોના જવાબ અમિત શાહ આપી રહ્યા હતા. પરંતુ પીએમ મોદી પ્રેસ કોન્ફ્રેન્સમાં હાજર જરૂર રહ્યા હતા.

rahul gandhi

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી સાકારાત્મક અને શાનદાર રહી છે. તેઓ આ વખતે પ્રચાર નહોતા કરી રહ્યા બલકે લોકોનો ધન્યવાદ કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું ચૂંટણી માટે નિકળ્યો અને મન બનાવીને નિકળ્યો હતો અને તમને તે ધાર પર રાખ્યા. મેં દેશવાસીઓને કહ્યું હતું કે 5 વર્ષ મને દેશે જે આશીર્વાદ આપ્યા તેના માટે ધન્યવાદ આપવા આવ્યો છું. કેટલાય ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ દેશ સાથે રહ્યો.

નવી સરકાર બનાવવી જનતાએ નક્કી કરી લીધું. અમે સંકલ્પ પત્રમાં દેશને આગળ લઈ જવાની કેટલીય વાતો કરી છે. જેટલું જલદી થશે, તેટલી જલદી નવી રકાર પોતાનો કાર્યભાર સંભાળશે. એક બાદ એક કરી નિર્ણય અમે લેશું. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનશે. પીએમ મોદીએ કહ્યું કે લાંબા સમય બાદ દેશમાં કોઈ પાર્ટી સતત બીજીવાર ચૂંટણી જીતીને આવી રહી છે. મોદીએ કહ્યું કે કેટલીક વાતો આપણે ગર્વ સાથે દુનિયાને કહી શકીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, આ લોકતંત્રની તાકાતને દુનિયા સમક્ષ લઈ જવું આપણું બધાનું દાયિત્વ છે.

પીએમ મોદીની પ્રેસ કોન્ફ્રેન્સ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ધન્યવાદ મોદીજી, તમે પ્રેસ કોન્ફ્રેન્સ કરવાની હિંમત તો દેખાડી, એક્સલેન્ટ પ્રેસ કોન્ફ્રેન્સ. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ બંધ દરવાજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. કેટલાક પત્રકારોને તો અંદર ઘૂસવા પણ નહોતા દેવાયા. અને જે સવાલો પૂછવામાં આવતા હતા તેનો જવાબ પણ મોદીજી નહિ બલકે અમિત શાહ આપી રહ્યા હતા.

આ પણ વાંચો- 5 વર્ષમાં પીએમ મોદીની પહેલી પ્રેસ કોન્ફ્રન્સ, અમિત શાહ પણ હાજર

English summary
first press conference of pm narendra modi, he didn't take any questions. rahul gandhi attacked on him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X