For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: ગુજરાતથી લઇને કાશ્મીર સુધી મેધરાજનો તાંડવ

|
Google Oneindia Gujarati News

મેધરાજાને આગમનની બધા જ આતુરતાથી રાહ જોતા હતા. વળી હવામાન ખાતાએ પણ કહ્યું હતું કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે. પણ ત્યારે જ મેધરાજા એટલે દબંગાઇ પોતાનું આગમન કર્યું કે બધાના જ મોટામાંથી એક જ શબ્દ નીકળવા લાગ્યો કે "હવે ખમૈયા કરો!"

અમેરેલી, ગોડલ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એક રાતમાં જ એટલો વરસાદ થયો કે અત્રતત્ર સર્વત્ર જમીન દેખાવાની જ બંધ થઇ ગઇ. તો બીજી તરફ કાશ્મીરમાં પણ લોકોને જૂની યાદો તાજા થઇ ગઇ. પૂરની પરિસ્થિતિ તેમના ઠેરઠેર જમીનનું ધોવાણ થતા સ્થિતિ વિકટ બની ગઇ. દિલ્હી અને મુંબઇમાં જળબંબાકાર થઇ ગઇ.

જો કે આ વિકટ પરિસ્થિતિમાં પણ દર વખતની જેમ સૈના અભૂતપૂર્વક સાહસ અને સામાર્થ્ય બતાવ્યું. સેનાના મદદથી અનેક લોકોને જમ્મુ કાશ્મીર, અમરેલીમાં બચાવામાં આવ્યા.

ત્યારે આ જળબંબાકાર શહેરો અને મેધરાજાના તાંડવની અને તેમના વિકરાય સ્વરૂપની કેટલીક ખાસ તસ્વીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ગોંડલમાં પૂરે 3 લોકોના પ્રાણ લીધા

ગોંડલમાં પૂરે 3 લોકોના પ્રાણ લીધા

ગોંડલમાં પહેલીવાર એક જ રાતમાં એટલો વરસાદ આવ્યો કે જમીન ક્યાં છે અને પાણી કેટલે સુધી છે તે સમજવું જ લોકો માટે મુશ્કેલ થઇ ગયું.

અમરેલીમાં 36 લોકોના મોત

અમરેલીમાં 36 લોકોના મોત

એક રાતમાં અમરેલીમાં એટલો વરસાદ પડ્યો કે બે બે માળની બિલ્ડિંગો પાણીમાં ડૂબી ગઇ.

શેત્રુજી નદીનું વિકરાય સ્વરૂપ

શેત્રુજી નદીનું વિકરાય સ્વરૂપ

આ છે અમરેલી વિસ્તારનો એરિયલ વ્યૂ. શેત્રુજી નદી બે કાંઠે વહેવા લાગતા ઠેરઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાય. અનેક પશુઓ મોતને ધાટ ઉતર્યા.

 આનંદી બેન સ્થિતિનો તાગ મેળવ્યો

આનંદી બેન સ્થિતિનો તાગ મેળવ્યો

અમરેલીમાં જે પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે તે બાદ ત્યાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. વધુમાં રોગચાયાનો પણ ડર સેવાઇ રહ્યો છે. ત્યારે આનંદી બહેન વિમાન દ્વારા સ્થિતિનો તાગ મેળવ્યો.

સામાન્ય જનજીવન પર અસર

સામાન્ય જનજીવન પર અસર

અમરેલીમાં અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતા સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. અને લોકોને ભારે હલાકી ભોગવી પડી.

આર્મી લોકોની મદદે આવ્યું

આર્મી લોકોની મદદે આવ્યું

અમરેલીમાં પરિસ્થિતિ વિકટ થતા લશ્કરને બોલાવું પડ્યું. અને દર વખતની જેમ લોકોની છેલ્લી આશ પર ભારતીય લશ્કર ખર્યું ઉતર્યું અને તેણે અનેક લોકોને હેમખેમ સલામત સ્થળે લઇ જવામાં મદદ કરી.

જમ્મુમાં જ્યારે ટેન્કરો તરવા લાગ્યા

જમ્મુમાં જ્યારે ટેન્કરો તરવા લાગ્યા

જમ્મુમાં પણ વરસાદ જળબંબાકાર કરતા તવી નદી ભયસપાટી કરતા ઉપર વહેવા લાગી. અને મસમટો ટેન્કરો પણ તેમાં કાગળની બોટની જેમ તરવા લાગ્યા.

રસ્તો ક્યાં છે નદી ક્યાં છે કંઇ ખબર નથી

રસ્તો ક્યાં છે નદી ક્યાં છે કંઇ ખબર નથી

જમ્મુમાં અનંતનાગ વિસ્તારમાં નદીના પાણી લોકોના ઘરમાં આવી ગયા છે. લોકો નદી અને જમીન વચ્ચેનો ફરક જ નથી સમજાઇ રહ્યો.

સલામત સ્થળે સ્થળાંતર

સલામત સ્થળે સ્થળાંતર

ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરતા લોકો સલામત સ્થળે સ્થળાંતર થઇ રહ્યા છે.

ઇન્ડિયન ગેસનું ટેન્કર કાગળની હોડીની જેમ તર્યું

ઇન્ડિયન ગેસનું ટેન્કર કાગળની હોડીની જેમ તર્યું

આ દ્રશ્ય જેલમ નદીના વિકરાય સ્વરૂપનું છે જેણે અનંતનાગ પાસે આવા તો અનેક વાહનોને ફગાવી નાંખ્યા છે.

જમીન ધસતા વાહનો અટવાયા

જમીન ધસતા વાહનો અટવાયા

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ જમીન ખસી રહી છે. રામબાણમાં જમીન ધસતા લોકો માંડ માંડ તેમાંથી બચ્યા.

જ્યારે અચાનક જ જમીન ધસી

જ્યારે અચાનક જ જમીન ધસી

આ ખતરનાક દ્રશ્ય રામબાણનું છે જ્યાં અચાનક જ જમીન ધસતા વાહનોનું કચુંબર થઇ ગયો હતો.

નીચે ખાઇ અને ઉપર ભારતીય સેનાનો હાથ

નીચે ખાઇ અને ઉપર ભારતીય સેનાનો હાથ

કુલગામમાં પુલ તૂટી પડતા ભારતીય સેનાએ તાત્કાલિક કામચલાઉ પુલ બનાવી લોકોને હેમખેમ બહાર નીકાળ્યા.

શ્રીનગર જળબંબાકાર

શ્રીનગર જળબંબાકાર

શ્રીનગરમાં શ્રીનગર-જમ્મુ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. ઝેલમ ખતારી સપાટીની ઉપર વહે છે. ત્યારે પોતાની જરૂરી વસ્તુઓ લઇને એક માણસ સલામત સ્થળે જઇ રહ્યો છે.

અનંતનાગમાં બચાવ કામગીરી સામે વિરોધ

અનંતનાગમાં બચાવ કામગીરી સામે વિરોધ

અનંતનાગમાં પૂરની પરિસ્થિત વખતે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા લોકોએ અનંતનાગ- જમ્મુ નેશનલ હાઇવે રોકી વિરોધ પ્રદર્શન કર્યું અને લોકોને ત્વરિત મદદ કરવા તંત્રને માંગ કરી.

રુદ્રપ્રયાગનું રોદ્ર સ્વરૂપ

રુદ્રપ્રયાગનું રોદ્ર સ્વરૂપ

રુદ્રપ્રયાગમાં મંદાકિની નદી ભયસપાટીની ઉપર વહે છે. વધુમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે 14 હજાર ચારધામના યાત્રીઓ અટવાઇ ગયા છે. બદ્રીનાથનો રાષ્ટ્રિય રાજમાર્ગ પણ બંધ થઇ ગયો છે.

અજમેર દ્રિપમાં ફેરવાયું

અજમેર દ્રિપમાં ફેરવાયું

ભારે વરસાદે અજમેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા. જેના લીધે રાજસ્થાનનું આ રેતુલું શહેર દ્રિપમાં ફેરવાયું.

મથુરામાં પણ બારે મેધ ખાંગા

મથુરામાં પણ બારે મેધ ખાંગા

મથુરામાં પણ ભારે વરસાદે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું. તેવામાં એક સાયકલ રીક્ષા ચાલક તેની સવારીને યોગ્ય ઠેકાણે લઇ જવાનો પ્રયાસ કરે છે.

કોલકત્તામાં છત્રીએ પણ સાથ છોડ્યો

કોલકત્તામાં છત્રીએ પણ સાથ છોડ્યો

કોલકત્તામાં પણ ભારે વરસાદે લોકોને આહત કરી દીધા. ત્યારે એક જ છત્રીના આશે ઊભેલી આ ત્રણ છોકરીનો છેવટે છત્રીએ પણ સાથ છોડતા તે મુશ્કેલીમાં મૂકાઇ ગઇ.

English summary
Flood Pics: Many People Dead and many injured in all over india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X