For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચારા કૌભાંડમાં આજે આવશે ચુકાદો, લાલુએ કહ્યું હું નિર્દોષ છું

ચારા કૌભાંડમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ પર આજે રાંચીની કોર્ટે બપોરે 3 વાગ્યાની આસપાસ તેનો નિર્ણય સંભળાવશે. જો કે કોર્ટમાં હાજર થતા પહેલા લાલુ યાદવે તેમને યોગ્ય ન્યાય મળશે.

By Chaitali
|
Google Oneindia Gujarati News

બિહારના બહુચર્ચિત ચારા કૌભાંડમાં આજે રાંચીની સીબીઆઇ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. 950 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ પર 6 અલગ અલગ કેસ ચાલી રહ્યા છે. રાંચી સ્થિતિ સીબીઆઇની વિશેષ અદાલતે આ મામલે સુનવણી કરી લીધી છે. ત્યારે લાલુ યાદવ તેમના પરિવાર સાથે સવારે કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસમાં 3 વાગ્યા પછી કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. કોર્ટમાં જતા પહેલા લાલુ યાદવે મીડિયામાં નિવેદન આપીને કહ્યું હતું કે તેમને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. અને હું નિર્દોષ સાબિત થઇશ. સાથે જ તેમણે કહ્યું કે કોર્ટમાં વકીલોએ મારા પક્ષમાં પુરાવા આપ્યા છે. સાથે જ લાલુ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓ તથા બિહારની જનતાને અપીલ કરી છે કે જે પણ નિર્ણય આવે બિહારની શાંતિ વ્યવસ્થા બનાવી રાખજો.

RJD

વધુમાં આ પહેલા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે લાલુ યાદવને રાજનૈતિક કાવરતા હેઠળ આ કૌભાંડમાં ફસાવવામાં આવ્યા છે. તેજસ્વી યાદવે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નિર્ણય તેમના જ હકમાં આવશે. જો કે રાંચી કોર્ટની બહાર લાલુ યાદવના સમર્થકોની મોટી ભીડ નિર્ણય સાંભળવા માટે આતુરતાથી ઊભી છે. બીજી તરફ પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોવસ્ત કરી રખ્યો છે. નોંધનીય છે કે આ કેસમાં 2003માં લાલુ યાદવને 5 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. અનેન ચૂંટણી પંચે લાલુ યાદવને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે જેલ ગયા પછી લાલુ યાદવને આ મામલે સુપ્રીમ કોર્ટથી જમાનત મળી હતી. ચારા કૌભાંડમાં લાલુ યાદવ પર 6 અલગ અલગ કેસ ચાલી રહ્યા છે. જે જોતા ફરી એક વાર તેમને જેલમાં જવું પડે તેવી પણ સંભાવનાઓ ઊભી થઇ છે.

English summary
fooder scam verdict: ranchi cbi court lalu prasad yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X