For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

40 વર્ષમાં પહેલીવાર મોદીએ આ રેકોર્ડ તોડ્યો, પોતાના દમ પર બહુમત

નરેન્દ્ર મોદી રાજનૈતિક રીતે પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યા છે. 17મી લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી એક નવા રેકોર્ડ સાથે સત્તામાં વાપસી કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી રાજનૈતિક રીતે પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યા છે. 17મી લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી એક નવા રેકોર્ડ સાથે સત્તામાં વાપસી કરી રહ્યા છે. તેઓ પહેલા ગેર-કોંગ્રેસી છે, જેમની સરકાર સત્તામાં રહેતા ફરી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી આ કારનામો કરવામાં સફળ રહ્યા છે. એટલા માટે નિશ્ચિત રૂપે આ તેમની ખુબ જ મોટી ઉપલબ્ધી માનવામાં આવી શકે છે.

આ પણ વાંચો: ભાજપની જીત સાથે સોશિયલ મીડિયા પર છવાયા ફની મીમ્સ, જુઓ PICS

40 વર્ષમાં પહેલીવાર

40 વર્ષમાં પહેલીવાર

40 વર્ષ પછી નરેન્દ્ર મોદી બીજા એવા પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, જેઓ પૂર્ણ બહુમત સાથે સત્તામાં રહ્યા પછી ફરી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી રહ્યા છે. શરૂઆતી રૂઝનોમાં એનડીએ 350 જેટલી સીટો મેળવશે તેવું લાગી રહ્યું છે, જયારે ભાજપ એકલા સાથે 300 જેટલો સીટો મેળવશે તેવી દેખાઈ રહ્યું છે.

આ પહેલા ઇન્દિરા ગાંધીને આ સફળતા મળી હતી

આ પહેલા ઇન્દિરા ગાંધીને આ સફળતા મળી હતી

આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને વર્ષ 1971 ચૂંટણી દરમિયાન આવો જ મોકો મળ્યો હતો, જયારે તેઓ 5 વર્ષ સત્તાના રહેવા છતાં પણ ફરી પોતાના દમ પર સરકાર બનાવી હતી. આપને જણાવી દઈએ કે આઝાદ ભારતના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધી પહેલા તેમના પિતા જવાહરલાલ નહેરુએ પણ સતત બે વાર પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી.

ભાજપા સતત આવા જીતના દાવાઓ કરી રહી હતી

ભાજપા સતત આવા જીતના દાવાઓ કરી રહી હતી

છેલ્લા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થવાના થોડા સમય પહેલા જ 17 મેં દરમિયાન પ્રધાનમંત્રી મોદી પહેલીવાર પ્રેસ કોન્ફ્રન્સ કરવા માટે આગળ આવ્યા. તેમને દાવો કર્યો હતો કે ચાર દસકામાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે તેમની સરકાર ફરી પૂર્ણ બહુમત સાથે સત્તામાં પાછી ફરશે. તેમની સાથે બેસેલા અમિત શાહે પણ કહ્યું હતું કે ભાજપા એકલા સાથે પૂર્ણ બહુમત મેળવશે અને તેઓ તેઓ 300 સીટોનો આંકડો પાર કરશે અને ગઠબંધન સાથે તેઓ 350 કરતા પણ વધારે સીટો મેળવશે.

English summary
For the first time in 40 years, Modi did magic, returning with majority on his own
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X