Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપની જીત સાથે સોશિયલ મીડિયા પર છવાયા ફની મીમ્સ, જુઓ PICS

ચૂંટણી રૂઝાન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મીમ્સને જોઈને તમે લોટપોટ થઈ જશો.

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો સામે આવ્યા બાદ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર ચૂંટણી રૂઝાન સામે આવ્યા બાદ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફની મીમ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મીમ્સને જોઈને તમે લોટપોટ થઈ જશો.

ભાજપની જીત પર સોશિયલ મીડિયામાં મીમ્સની ભરમાર

ભાજપની જીત પર સોશિયલ મીડિયામાં મીમ્સની ભરમાર

ચૂંટણી પરિણામો પર ભલા સોશિયલ મીડિયો કેવી રીતે ચૂપ બેસી શકે છે. ભાજપને આગળ વધતા જોઈને ટ્ટવીટર પર મીમ્સની ભરમાર આવવા લાગી. આ મીમ્સને જોઈને તમે પોતાનુ હસવુ રોકી નહિ શકો. ભાજપને અજેય જીત અને કોંગ્રેસની હાર વિશે લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહાગઠબંધનની હારે પણ લોકોને મોકો આપી દીધો છે. લોકો અખિલેશ અને માયાવતી વિશે મજાકમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભાજપ કાર્યકર્તાઓની ઉજવણી

ભાજપ કાર્યકર્તાઓની ઉજવણી

એક તરફ સોશિયલ મીડિયા પર ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપ કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ છે જેની આશા કોઈને નહોતી. પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત ભાજપ કાર્યકર્તાઓએ અનોખી રીતે જીતની ઉજવણી કરવી શરૂ કરી દીધી.

7 કિલો લાડુનો કેક

7 કિલો લાડુનો કેક

કોલકત્તામાં ઉજવણી માટે 7 કિલો લાડુનો કેક બંગાળી પેસ્ટ્રીની દુકાન પર ઑર્ડર કરવામાં આવ્યો. જીત બાદ સાંજે કેન્દ્રીય કાર્યાલય પર આ કેક કાપવામાં આવશે. આ ઉપરાંત ભાજપે 4-5 કિલોગ્રામની 9 કેકનો ઑર્ડર આપી દીધો છે.

સુષ્મા સ્વરાજે આપ્યા અભિનંદન

સુષ્મા સ્વરાજે આપ્યા અભિનંદન

ભાજપની આ જીત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી જીત અપાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું દેશવાસીઓ પ્રત્યે હ્રદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ.

સની દેઓના ફેન્સે આ રીતે મનાવી જીતની ઉજવણી

સની દેઓના ફેન્સે આ રીતે મનાવી જીતની ઉજવણી

ગુરદાસપુરમાં ભાજપ ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ શરૂઆતથી આગળ છે. સનીની જીત માટે ઉત્સાહિત તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર પહેલેથી જ ઉજવણી શરૂ કરી દીધી. સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાના ફેવરિટ એક્ટરને મળી રહેલી જીતની ઉજવણી કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X