For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19 Vaccines: વિદેશી રાજનાયિકોનો પૂણેની દવા કંપનીઓનો પ્રવાસ રદ

ભારતમાં કોરોનાની વેક્સીનનુ નિરીક્ષણ કરવા માટે 4 ડિસેમ્બરે વિદેશી પ્રતિનિધિ મંડળ પૂણે આવવાનુ હતુ પરંતુ હવે તેનો આ પ્રવાસ રદ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

Covid-19 Vaccines: ભારતમાં કોરોનાની વેક્સીનનુ નિરીક્ષણ કરવા માટે 4 ડિસેમ્બરે વિદેશી પ્રતિનિધિ મંડળ પૂણે આવવાનુ હતુ પરંતુ હવે તેનો આ પ્રવાસ રદ થઈ ગયો છે. આ વિશે માહિતી આપીને એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે મીડિયાને કહ્યુ કે રાજનાયિક ચાર ડિસેમ્બરે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા અને જિનોવાબાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો પ્રવાસ કરવાના હતા પરંતુ હવે તે પ્રવાસ રદ થઈ ગયો. જો કે તેમણે આની પાછળનુ કારણ નથી જણાવ્યુ. તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ કોવિડ-19ની રસી બનાવવા માટે દવા કંપની અસ્ટ્રાજેનેકા અને ઑક્સફૉર્ડ વિશ્વવિદ્યાલય સાથે ભાગીદારી કરી છે.

vaccine

તમને જણાવી દઈએ કે વિદેશ દળના આ પ્રવાસને વિદેશ મંત્રાલય તરફથી આયોજિત કરવામાં આવી રહ્યુ હતુ. એક દિવસના આ પ્રવાસ પર વિદેશી દળ બે મહત્વના ઈન્સ્ટીટ્યુટ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા અને ગેનોવા બાયોફ્રામાસ્યુટીકલ્સનુ નિરીક્ષણ કરવાના હતા અને કોરોનાની વેક્સીન માટ ભારતની શું તૈયારી છે તેના પર એક રિપોર્ટ તૈયાર કરવાના હતા. હાલમાં આ પ્રવાસ રદ થઈ ગયો છે.

વળી, બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટૉપ વેક્સીન મેન્યુફેક્ચરીંગ ફાર્મા કંપનીઓના પ્રવાસ પર છે. તે આજે સૌથી પહેલા ઝાયડસ કેડીલા કે જે ગુજરાતના અમદાવાદથી 20 કિલોમીટર દૂર સ્થિત ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત છે. પીએમ મોદીએ અહીં પહોંચીને વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ સાથે મુલાકાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. આરોગ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,322 નવા કેસ મળ્યા છે જ્યારે 485 લોકોના મોત થઈ ગયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 93,51,110 સુધી પહોંચી ગયો છે. 492 નવા મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 1,36,200 થઈ ગઈ છે. સક્રિય કેસ 4,54,940 છે. 41,452 નવા ડિસ્ચાર્જ કેસ બાદ કુલ રિકવર કેસની સંખ્યા હવે 87,59,969 છે.

'ભાજપે મારા પરિવાર પર હુમલો કર્યો પરંતુ હું એમ નહિ કરુ''ભાજપે મારા પરિવાર પર હુમલો કર્યો પરંતુ હું એમ નહિ કરુ'

English summary
Foreign Envoys visit to Pune pharma firms regarding manufacturing of Covid-19 vaccines canceled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X