For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર આજે અફઘાનિસ્તાનની સ્થિતિ પર આપશે માહિતી

કેન્દ્ર સરકારે આજે અફઘાનિસ્તાન મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગે થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે આજે અફઘાનિસ્તાન મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગે થશે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર વિદેશ મંત્રી જયશંકર બધા પક્ષોના નેતાઓને માહિતી આપશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદ દેશમાં કઈ રીતની હાલત છે તે વિશેની માહિતી વિદેશ મંત્રી આજે આ બેઠકમાં બધા નેતાઓને આપશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે એસ જયશંકર ઈન-પર્સન મીટિંગમાં અફઘાનિસ્તાનની સ્થિત વિશે માહિતી આપશે. બધા પક્ષોને આ બેઠકમાં શામેલ થવા માટે મેઈલ દ્વારા માહિતી આપવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે કે તે આ બેઠકમાં શામેલ થાય.

S Jaishankar

ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને 23 ઓગસ્ટે આ માહિતી આપી હતી કે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તે સંસદના બધા નેતાઓને આની માહિતી આપે. સંસદીય કાર્ય મંત્રી આ બેઠક વિશે આગળ માહિતી આપશે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર તરફથી અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનુ મિશન વિશે માહિતી આપવામાં આવશે. આ સાથે જ અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ અહીં સ્થિતિ કઈ રીતની છે તેની માહિતી વિદેશ મંત્રી આપશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમની પાર્ટીના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે.

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ કે તેમને આ બેઠક માટે આમંત્રણ મળ્યુ છે અને તેઓ આ બેઠકમાં ભાગ લેશે.નોંધનીય વાત છે કે ભારત અત્યાર સુધીમાં 800થી વધુ લોકોને પાછા લઈને આવી ચૂક્યુ છે. 15 ઓગસ્ટ બાદ તાલિબાને અફઘાનિસ્તાનના લગભગ બધા મોટા શહેરો પર નિયંત્રણ કરી લીધુ છે. ત્યારબાદથી ભારત અફઘાનિસ્તાનથી પોતાના ભારતીય નાગરિકો અને અફઘાન સિખ-હિંદુ સમુદાયના લોકોને પાછા લાવી રહ્યુ છે. કાબુલથી 180 લોકો પાછા ભારત આવી રહ્યા છે. ભારતે પોતાના આ મિશનને ઑપરેશન દેવ શક્તિ નામ આપ્યુ છે. કાબુલ સ્થિત હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલમાં અમેરિકી સેનાનુ નિયંત્રણ છે.

English summary
Foreign minister S Jaishankar briefing to all party meet on situation of Afghanistan today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X