For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 હટ્યા બાદ દેશ કરતા વિદેશી ટૂરિસ્ટ કાશ્મીરમાં વધારે આવી રહ્યા છે

આર્ટિકલ 370 હટ્યા બાદ કેટલાક વિદેશી પ્રવાસીઓ કાશ્મીરને જ પોતાનું પહેલું ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યા છે, તો તમને ચોંકી જશો.

Google Oneindia Gujarati News

આર્ટિકલ 370 હટ્યા બાદ કેટલાક વિદેશી પ્રવાસીઓ કાશ્મીરને જ પોતાનું પહેલું ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યા છે, તો તમને ચોંકી જશો. પરંતુ આ વાત સાચી છે. હાલ જ્યારે દેશના નાગરિકો જ શ્રીનગર કે કાશ્મીર જવાનું ટાળી રહ્યા છે, ત્યારે વિદેશી પ્રવાસીઓ ડલ લેકની હાઉસ બોટમાં બેસીને સુંદર નજારો માણી રહ્યા છે. આ વાત સાંભળીને નવાઈ લાગવી સ્વાભાવિક છે. પરંતુ જ્યારે આખા વિશ્વના મીડિયાનો એક વર્ગ કાશ્મીરને જુદી રીતે બતાવી રહ્યો છે, ત્યારે એવું શું છે કે વિદેશી પર્યટકો હજીય કાશ્મીરને પહોલું પસંદ કરી રહ્યા છે. આ સમાચાર જેટલા ચોંકાવનારા છે, એના કરતા એનું કારણ વધુ ચોંકાવનારું છે.

આ તથ્ય તમને ચોંકાવી દેશે

આ તથ્ય તમને ચોંકાવી દેશે

એક રિપોર્ટ પ્રમાણે 5 ઓગસ્ટના નિર્ણય બાદથી 30 સપ્ટેમ્બર સુધીમાં 928 વિદેશી પ્રવાસીઓ શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. જેમાં કામસર આવેલા પત્રકારોને સામેલ નથી કરાયા. જો કે આ સંખ્યાની સરખામણી ગત વર્ષે આવેલા વિદેશી મુસાફરો સાથે કરીએ તો આ આંકડો ઓછો છે. કારણ કે ગત વર્ષનો આંકડો 9,589નો હતો. સ્પષ્ટ છે કે વિદેશી ટુરિસ્ટોની સંખ્યા ઘટી છે, પરંતુ હાલની સ્થિતિમાં ગત વર્ષની તુલના કરતા 10 ટકા પ્રવાસીઓ પણ કાશ્મીર આવ્યા છે, તે મોટી વાત છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે 5 અને 6 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના વિશેષાધિકારને સમાપ્ત કરવા સંસદમાં ચર્ચા ચાલુ હતી ત્યારે જ ક્રમશઃ 24 અને 9 વિદેશી મુસાફરો શ્રીનગર પહોંચ્યા હતા. જ્યારે આ દિવસોમાં ભારતનો કોઈ નાગરિક શ્રીનગર નહોતો પહોંચ્યો.

શાંતિ અને સુરક્ષાની ખાતરી

શાંતિ અને સુરક્ષાની ખાતરી

હવે સવાલ ઉઠવો સ્વાભાવિકે છે કે જ્યારે દેશના નાગરિકો જ કાશ્મીર નથી જઈ રહ્યા, તો લગભગ 1 હજાર વિદેશી નાગરિકો કેમ કાશ્મીર તરફ આકર્ષાઈ રહ્યા છે ? TOIના રિપોર્ટ પ્રમાણે આ મુસાફરોમાંથી કેટલાકનું માનવું છે કે કાશ્મીર હવે સીધા જ કેન્દ્ર સરકારના શાસનમાં છે, એટલે અહીં પહેલા કરતા વધુ સુરક્ષાનો અહેસાસ થાય છે. મોટા ભાગના વિદેશી મુસાફરોનું માનવું છે કે કાશ્મીરની મુલાકાતને લઈ લોકો ખોટા જ ડરી રહ્યા છે. સ્કોટલેન્ડના 51 વર્ષના સ્ટીવન બેલનટાઈનનું કહેવું છે કે,'બીજા દેશના મીડિયા રિપોર્ટ અલગ જણાવી રહ્યા છે.. પરંતુ સ્થાનિકો અને જવાનો બંને અમારું શાનદાર સ્વાગત કરી રહ્યા છે.' 'સ્વિટ્ઝર્લેન્ડ' નામની હાઉસબોટમાં રહેતા જર્મનીના નાગરિક બાર્બરા સ્ટેરસનું કહેવું છે કે,'કાશ્મીરી ક્યારેય કોઈ મુસાફરોને નુક્સાન નહીં કરે. તેનાથી જ તેમનું ઘર ચાલે છે. કાશ્મીર આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. કારણ કે ઘરેલુ મુસાફરોની ભીડ નથી અને પ્રતિબંધોને કારણે હિંસા ઘટી છે.'

ડોમેસ્ટિક પ્રવાસીઓને ભીડ નહીં

ડોમેસ્ટિક પ્રવાસીઓને ભીડ નહીં

5 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર વચ્ચે શ્રીનગર એરપોર્ટ પર માત્ર 4,167 ભારતના નાગરિકો પહોંચ્યા હતા. જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં 1.45 લાખ ભારતીય નાગરિકો શ્રીનગર આવ્યા હતા. એટલે કે ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. જેનો ફાયદો વિદેશી પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે અને તેઓ ભીડથી દૂર કાશ્મીરના વિસ્તારોમાં સમય વીતાવી રહ્યા છે. સ્ટીવન બેલેન્ટાઈન ગિટાર લઈને ગાય છે,'તમે ચર્ચમાં જઈ શકો છો. એક આસન પર બેસી શકો છો. એક વ્યક્તિ જે વ્યક્તિ નથી, તે તમારી બાજુમાં બેસી શકે છે.' ડલ લેકમાં આ ગીતના શબ્દો માહોલને વધુ ખુશનુમા બનાવી દે છે.

આ પણ વાંચો: સેના માટે તૈયાર મેક ઈન ઈન્ડિયા બુલેટ પ્રૂફ જેકેટ, એકે 47ની ગોળીઓ પણ થશે બેઅસર

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X