પૂર્વ સાસંદ હરિભાઉ રાઠોડ આપ માં જોડાશે, અરવિદ કેજરીવાલની હાજરમાં બનશે સભ્યતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ સાસંદ હરિભાઉ રાઠોડ આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. 2008 માં ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ સાસંદ હરિભાઉ રાઠોડ આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. 2008 માં ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

ARVIND KEJARIVAL

પૂર્વ લોકસભા સભ્ય અને પ્રતિષ્ઠિત ઓબીસી નેતા હરિભાઉ રાઠોડ રવિવારે આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલની હાજરમાં જોડાશે.મહારાષ્ટ્રમાં યવતમાલથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા સભ્ય રહેલા રાઠોડે પીટીઆઇ ભાષાને જણાવ્યું હતુ કે, આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં રવિવારે પાર્ટીમાં જોડાશે. બંજારા સમાજના પ્રતિષ્ઠિત નેતા રાઠોડ એક સમયે ભારતીય જનતા પાર્ટીના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના વિશ્વાસપાત્ર માનવામાં આવતા હતા. 2004-08 તક સાસદ હતા. તેમણે અમેરિકા સાથે પરમાણું સમજુતિને લઇને 2008 માં વિશ્વાસ મતથી દુર રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તેમને ભાજપમાં નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા હતા.

2024 ની લોકસભા ચૂંટણી પર કેજરીવાલની નજર

રાઠોડ 2013 માં કોંગ્રેસમાા જોડાયા હતા અને તેના આગલા વર્ષે તેને વિધાનપરિસદના સભ્ય બનવામાં આવ્યા હતા. 2019 માં શિવસેના સાથે મળીને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કેજરીવાલ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં પોતાની પાર્ટીનો વિસ્તાર કરી રહ્યા છે. અને તેમની નજર 2024 ની લોકસભા ચૂંટણી પર છે. રાજનીતિના વિશ્લેષકોનું માનવુ છે કે, મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગમામં ઓબીસી સમાજ માટે રાઠોડના કામથી આપને ફાયદો થશે.

અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે

દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ શનિવારે જણાવ્યું હતુ કે, તે નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સાથે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતશે તો રાજ્યમાં મોફત શિક્ષણની સાથે આરોગ્યની સુવિધા પણ આપશે. કેજરીવાલે જણાવ્યું હતુ કે, તે અને સિસોદીયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસમાં તે યુવાનો સાથે સંવાદ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X