For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને વિંછી કહેનારા ઝડફિયાને ભાજપે બનાવ્યા યુપીના પ્રભારી

2002ના ગોધરા રમખાણો દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

2002ના ગોધરા રમખાણો દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કર્યા છે. ગોરધન ઝડફિયા ગુજરાતના એક વરિષ્ઠ નેતા છે. તે એક સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ટીકાકાર રહ્યા છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય રાજકારણમાં પાછા આવી બધાને ચોંકાવી દીધા છે. બુધવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે 17 રાજ્યો માટે પાર્ટી પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિયુક્તિ કરી છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા જ્યારે ભૂપેન્દ્ર યાદવને બિહારની જવાબદારી સોંપી છે. તમને જણાવી દઈએ કે ભાજપથી અલગ થયા બાદ ઝડફિયાએ મોદીને એક ઈન્ટરવ્યુમાં વિંછી કહ્યા હતા.

ભાજપે યુપીના પ્રભારી બદલ્યા

ભાજપે યુપીના પ્રભારી બદલ્યા

નિયુક્ત કરાયેલ આ 17 પ્રભારીઓમાંથી સૌથી ચોંકાવનારુ નામ ઉત્તર પ્રદેશના પ્રભારી ગોરધન ઝડફિયાનું છે. 2002માં ગુજરાતના હુલ્લડો થયા હતા તે સમયે ઝડફિયા રાજ્યના તત્કાલિન મોદી સરકારમાં ગૃહમંત્રી હતા. ત્યારબાદ ઝડફિયા અને મોદીના સંબંધો બગડી ગયા હતા. ગુજરાતના ગૃહમંત્રી રહેલા ઝડફિયા પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેમણે હિંસા રોકવા માટે કોઈ પગલાં લીધા નહિ. ત્યારબાદ તત્કાલિન સીએમ મોદીએ તેમના ગૃહમંત્રી પદેથી હટાવી દીધા હતા. 2007માં પોતાની અલગ પાર્ટી બનાવ્યા બાદ તેમણે ભાજપના વિરોધી કેશુભાઈ પટેલની પાર્ટીમાં પોતાની પાર્ટી વિલીન કરી દીધી. પરંતુ 2014 લોકસભા ચૂંટણીની પહેલા તેમણે ફરીથી ભાજપનો હાથ પકડી લીધો.

ઉત્તર પ્રદેશમાં ભાજપે જાતિ સમીકરણનું વિશેષ ધ્યાન રાખ્યુ છે

ઉત્તર પ્રદેશમાં ભાજપે જાતિ સમીકરણનું વિશેષ ધ્યાન રાખ્યુ છે

80 સીટોવાળા સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપે જાતિ સમીકરણનું વિશેષ ધ્યાન રાખ્યુ છે. ભાજપ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે ત્રણ પ્રભારી-સહ પ્રભારી નિયુક્ત કર્યા છે. આમાં ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાનું નામ શામેલ છે. ગોરધન ઝડફિયા નીચલી જાતિના છે, જ્યારે દુષ્યંત ગૌતમ એસસી અને નરોત્તમ મિશ્રા બ્રાહ્મણ છે. ઝડફિયાને વીએચપીના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની નજીક માનવામાં આવે છે. હાલમાં તોગડિયા મોદીના કટ્ટર વિરોધી છે. એટલુ જ નહિ ઝડફિયા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સંજય જોશીની પણ નજીક માનવામાં આવે છે, જેમની સાથે મોદીના સંબંધો સારા નથી.

હાર્દિક પટેલને ઉશ્કેરવામાં ઝડફિયાની મહત્વની ભૂમિકા હતી

હાર્દિક પટેલને ઉશ્કેરવામાં ઝડફિયાની મહત્વની ભૂમિકા હતી

માનવામાં આવે છે કે હાર્દિક પટેલને ઉશ્કેરવામાં શક્તિશાળી પટેલ નેતા ઝડફિયાની મહત્વની ભૂમિકા છે જે ગુજરાતમાં સત્તારુઢ ભાજપ માટે મોટી મુશ્કેલી બનીને ઉભર્યા છે. આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવા પાછળ ઝડફિયાની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. પાર્ટીના સૂત્રો મુજબ ઝડફિયાને એક ચતુર નેતા માનવામાં આવે છે અને તેમની સંગઠનાત્મક કૌશલથી ભાજપને યુપીમાં ફાયદો પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ 'સરકારથી આટલી જ તકલીફ હોય તો અલગ કેમ નથી થઈ જતા?' : RSSઆ પણ વાંચોઃ 'સરકારથી આટલી જ તકલીફ હોય તો અલગ કેમ નથી થઈ જતા?' : RSS

English summary
Former Critic Of PM Modi Govardhan Zadaphia will be the BJP in charge of Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X