ગળામાં ટુવાલ લપેટીને પૂર્વ મંત્રી અને ભાજપના નેતાની હત્યા
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ડો.આત્મારામ તોમરની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારના રોજ (09 સપ્ટેમ્બર) તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
બાગપત : ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ડો.આત્મારામ તોમરની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારના રોજ (09 સપ્ટેમ્બર) તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની માહિતી પહોંચેલી પોલીસને તેના ગળામાં ટુવાલ વીંટેલો મળી આવ્યો હતો. તેમજ તેની સ્કોર્પિયો કાર ગાયબ હોવાનું માલુમ થયું હતું. ફોરેન્સિક ટીમે ઘટનામાંથી પુરાવા એકત્ર કર્યા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ આ કેસની તપાસમાં જોડાયેલી છે.

આ ઘટના બાગપત જિલ્લાના બારૌત પોલીસ સ્ટેશન વિસ્તારના બિજરૌલ રોડની છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ડો આત્મારામ તોમરનો મૃતદેહ તેમના ઘરે પડેલો મળી આવ્યો હતો. મૃતદેહની માહિતી પર એસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, બે બાઇક સવાર બદમાશોએ આ હત્યાને અંજામ આપ્યો છે. CCTV ફૂટેજમાં બદમાશો સ્કોર્પિયો લઈને જતા જોવા મળ્યા હતા. આ બદમાશોએ 45 મિનિટમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, શુક્રવારના રોજ (10 સપ્ટેમ્બર) સવારે આત્મારામ તોમરનો ડ્રાઈવર વિજય તેમના નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. જે બાદ દરવાજો તોડીને જોવામાં આવ્યું તો, આત્મારામ તોમરનો મૃતદેહ પલંગ પર પડેલો હતો. તેમના ચહેરા પર એક ટુવાલ પડેલો હતો અને તેમની સ્કોર્પિયો કાર ગાયબ હતી. જે બાદ ડ્રાઇવરે પરિવારના સભ્યો અને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ આ ઘટનાની માહિતી મળતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી, જ્યારે પોલીસ વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ હતી.
છપરૌલીથી વિધાનસભાની ચૂંટણી લડ્યા
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી ડો આત્મારામ તોમર છાપરાઉલીથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જનતા વૈદિક ઈન્ટર કોલેજમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તોમર મૂળ બિજરૌલ ગામના રહેવાસી છે. હાલ તેમને શહેરના બિજરૌલ રોડ પર રહેતા હતા. મોડી રાત્રે તેમનું બદમાશોએ ગળું દબાવીને હત્યા કરી હતી. જો કે હત્યાનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં પણ ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ મામલાની હાલ તપાસ કરવામાં આવી રહી છે, જે બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.












Click it and Unblock the Notifications
