Rinki Chakma: પૂર્વ મિસ ઈન્ડિયા રિંકી ચકમાનુ 28 વર્ષની ઉંમરે દર્દનાક નિધન, કેન્સરના ઈલાજ માટે માંગી હતી મદદ
Miss India Rinki Chakma: પૂર્વ મિસ ઈન્ડિયા ત્રિપુરા રિંકી ચકમાનું કેન્સર સામે લડ્યા બાદ 28 વર્ષની ઉંમરે નિધન થયું છે. મિસ ઈન્ડિયા ત્રિપુરા 2017 રિંકી ચકમા છેલ્લા બે વર્ષથી સ્તન કેન્સર સામે લડી રહી હતી. રિંકીને ગયા મહિને એટલે કે 22 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી.
રિંકી ચકમાએ વર્ષ 2017માં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તે છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડાતી હતી. ગયા મહિને તેની હાલત નાજુક થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ચીમાને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી.

રિંકી ચકમાએ વર્ષ 2017માં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તે છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત હતr. ગયા મહિને તેની હાલત નાજુક થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રિંકી ચકમા છેલ્લા બે વર્ષથી સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી હતી.
વર્ષ 2022માં, તેને જીવલેણ ફાયલોડ્સ ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં કેન્સર ફેફસામાં ફેલાઈ ગયું. જે બાદ તેની તબિયત સતત બગડતી રહી અને કીમોથેરાપી ચાલુ રાખવી અશક્ય બની ગઈ.
ચકમાને 22 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરીને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા જે ફાયલોડ્સ ટ્યુમરથી પીડિત હતી તે સ્તનની એક દુર્લભ ગાંઠ છે, જે સામાન્ય રીતે 35થી 55 વર્ષની વયની મહિલાઓને અસર કરે છે. ઉચ્ચ તબીબી ખર્ચને કારણે, ગયા મહિને ચકમાની નજીકની મિત્ર અને મિસ ઈન્ડિયા 2017 રનર અપ પ્રિયંકા કુમારીએ તેની સારવાર માટે ભંડોળ એકત્ર કરવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
