પંજાબમાં ફ્લોર ટેસ્ટની માંગ પર શું બોલ્યા પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ?

પંજાબના કેપ્ટન અમરિંદર સિંહ ફ્લોર ટેસ્ટની માંગ પર શું બોલ્યા તે અહીં જાણો.

નવી દિલ્લીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરુવારે(30 સપ્ટેમ્બર) સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે કોંગ્રેસ સાથે નથી. આ સાથે જ પંજાબના કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ છે કે પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવજોત સિદ્ધુ રાજ્ય માટે યોગ્ય વ્યક્તિ નથી. અમરિંદર સિંહે કહ્યુ, 'એ તો સ્પીકર જ નક્કી કરશે કે ફ્લોર ટેસ્ટ થશે કે નહિ. નવજોત સિંહ સિદ્ધુ સીએમ ચન્નીના અધિકારને ઘટાડી રહ્યા છે.'

અમિત શાહ સાથે મુલાકાત રાજકીય નહોતીઃ અમરિંદર સિંહ

અમિત શાહ સાથે મુલાકાત રાજકીય નહોતીઃ અમરિંદર સિંહ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ, 'હું કોંગ્રેસ છોડી દઈશ. અમિત શાહ સાથે મારી બેઠકને કોઈ રાજકીય સંબંધ નહોતો. મે અજીત ડોભાલ સાથે પંજાબની ઉપર ઉડતા પાક ડ્રોન જેવી સુરક્ષા પર ચર્ચા કરી હતી. માટે હું ભાજપમાં પણ શામેલ થવાનો નથી.'

હવે આગળ શું કરશે કેપ્ટન અમરિંદર સિંહ?

હવે આગળ શું કરશે કેપ્ટન અમરિંદર સિંહ?

કેપ્ટન અમરિંદર સિંહ હવે આગળ શું કરશે તેના પર તેમણે કહ્યુ, 'હું ભવિષ્યમાં શું કરવાનો છુ અને મારી શું યોજના છે તેના વિશે તમને સહુને હું જણાવીશ.' તમને જણાવી દઈએ કે આની પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પોતાના ટ્વિટ બાયોને બદલ્યો હતો. તેમણે પોતાના ટ્વિટર બાયોમાં લખ્યુ છે, 'આર્મી વેટરન, પૂર્વ મુખ્યમંત્રી પંજાબ, રાજ્યની સેવા કરવાનુ ચાલુ રાખીશુ.' પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ગુરુવારે(30 સપ્ટેમ્બર) પોતાનો ટ્વિટર બાયો બદલી દીધો હતો અને પોતાના આગલા પગલાં વિશે સહુને અવગત કરાવ્યા હતા.

સિદ્ધુના રાજીનામાથી નારાજ છે અમરિંદર સિંહ

સિદ્ધુના રાજીનામાથી નારાજ છે અમરિંદર સિંહ

અમરિંદર સિંહે દિલ્લીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. તે મંગલવારે(28 સપ્ટેમ્બર)ના રોજ દિલ્લી પહોંચ્યા હતા. એ જ દિવસે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. અમરિંદર સિંહે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ પગલાં પર સિદ્ધુની ટીકા કરી હતી અને તેને નાટક ગણાવ્યુ હતુ. અમરિંદર સિંહે કહ્યુ હતુ કે સિદ્ધુના રાજીનામાએ શંકાથી પરે સાબિત કરી દીધુ છે કે ક્રિકેટરમાંથી નેતા બનેલા એક અસ્થિર વ્યક્તિ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X