પાંચ વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે પપ્પૂ યાદવ

પપ્પૂ યાદવનું જેલની બહાર સ્વાગત કરવા માટે ભારે સંખ્યામાં સમર્થકો ભેગાં થયા હતા. સમર્થકોએ મિઠાઇ વહેંચી હતી અને પપ્પૂ યાદવના સમર્થનમાં નારેબાજી લગાવી હતી. પપ્પૂ યાદવની પત્ની અને પૂર્વ સાંસદ રંજીત રંજન અને રાજદ તથા કોંગ્રેસના કેટલાક નેતા બેઉર જેલની બહાર હાજર હતા. પપ્પૂ યાદવે કહ્યું હતું કે તેમને કોર્ટે ન્યાય આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અજીત સરકારની 14 મે 1998માં પાર્ટીની મીટિંગમાંથી પરત ફરતી વખતે હત્યા કરવામાં આવી હતી. સીબીઆઇની વિશેષ કોર્ટે પપ્પૂ યાદવ સાથે બાહુબલી રાજન તિવારી અને અનિલ યાદવને ફેબ્રુઆરી 2008માં ઉંમરકેદની સજા સંભળાવી હતી.












Click it and Unblock the Notifications
