For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પહોંચ્યા બરાક ઓબામા, પીએમ સાથે કરી મુલાકાત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા શુક્રવારે ભારત પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા શુક્રવારે ભારત પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બરાક ઓબામા પોતાના પત્ની મિશેલ સાથે ઓબામા ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. દિલ્હીમાં ટાઉન હોલમાં ઓબામાએ દેશભરમાંથી આવેલ યુવાન નેતાઓનું પણ સંબોધન કર્યું હતું. બરાક ઓબામાએ કહ્યું હતું કે, ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમને સારુ ફાવે છે, તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ તેમની મિત્રતા છે.

Modi-Obama

અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે બે કાર્યકાળ પૂર્ણ કરનાર બરાક ઓબામા લગભગ બે વર્ષ પછી ભારત આવ્યા છે. આ પહેલાં તેઓ વર્ષ 2015માં અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ પહેલાં હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સંમેલન દરમિયાન ઓબામાએ કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીને પસંદ કરે છે, કારણ કે તેમના અનુસાર પીએમ મોદી પાસે દેશ અંગે એક વિઝન છે. અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ રહી ચૂકેલ ઓબામાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા તેમને પણ મોટા અર્થશાસ્ત્રી કહ્યા હતા.

English summary
Former US president Barack Obama met Prime Minister Narendra Modi in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X