For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલીગઢ યુનિવર્સિટીમાં ઝીણાનો ફોટો લગાવવામાં ખોટુ શું છેઃ હામિદ અનસારી

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કહ્યુ છે કે જો દેશમાં વિક્ટોરિયા મેમોરિયલ હોઈ શકે છે તો ઝીણાનો ફોટો કેમ ના હોઈ શકે.

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કહ્યુ છે કે જો દેશમાં વિક્ટોરિયા મેમોરિયલ હોઈ શકે છે તો ઝીણાનો ફોટો કેમ ના હોઈ શકે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે તેમને નથી લાગતુ કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાનો ફોટો લગાવવો ખોટુ છે. અનસારીએ કહ્યુ કે ફોટા કે ઈમારતોને તોડવી આપણી સંસ્કૃતિનો ભાગ નથી. ત્યાં તે ફોટો 1938 થી લાગેલો છે ભલે લાગેલો રહે. થોડા સમય પહેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છાત્રસંઘ કાર્યાલયમાં ફોટો હટાવવાની વાત ભાજપ સાંસદે કરી હતી ત્યારબાદ આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો.

શરિયા અદાલતોના હકમાં હામિદત અનસારી

શરિયા અદાલતોના હકમાં હામિદત અનસારી

શરિયા કોર્ટ અંગે હામિદ અનસારીએ કહ્યુ કે લોકો કાયદો વ્યવસ્થા સાથે સામાજિક પ્રથાઓ ભ્રમિત કરી રહ્યા છે. આપણો કાયદો માન્યતા આપે છે કે પ્રત્યેક સમુદાય પોતાના નિયમ હોઈ શકે છે. ભારતમાં પર્સનલ લૉ વિવાહ, છૂટાછેડા, દત્તક લેવા અને વારસાને કવર કરે છે. પ્રત્યેક સમુદાયને પોતાના પર્સનલ લૉ સાથે રહેવાનો અધિકાર છે.

ભીડને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી

ભીડને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ દેશમાં ઝડપથી વધી રહેલ મોબ લિંચિંગ મામલે કહ્યુ કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. દેશમાં એક કાયદો વ્યવસ્થા છે જે કામ કરે છે. હામિદ અનસારીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી' ના વિચારનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે આ ભારતીય લોકતંત્ર પર હુમલો છે. ભારત વિવિધતાઓનો દેશ છે અને જ્યારે આટલા મોટા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની વાત થાય છે ત્યારે અસંભવ વિચાર લાગે છે.

થરુરે જે કહ્યુ હશે તે સમજી વિચારીને જ કહ્યુ હશે

થરુરે જે કહ્યુ હશે તે સમજી વિચારીને જ કહ્યુ હશે

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના 'હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે મે વાંચ્યુ નથી કે એમણે શું કહ્યુ છે? શશિ થરુર ભણેલા-ગણેલા વ્યક્તિ છે અને તેમણે કહ્યુ છે તો સમજી વિચારીને જ કહ્યુ હશે. હામિદ અનસારીએ કહ્યુ કે શશિ થરુરને પોતાનો નિર્ણય લેવાનો અધિકારી છે. આ દરમિયાન તેમણે દેશની હાલની સ્થિતિ પર અને અલગ અલગ મુદ્દાઓ પર પણ પોતાની વાત કહી.

English summary
former vice president hamid ansari jinnah in amu sharia court muslim in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X