For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસને છેતરી ભાજપના ચાર એજન્ટ મોબાઈલ સાથે મતગણતરી કેન્દ્રમાં ઘુસ્યા

પોલીસને છેતરી ભાજપના ચાર એજન્ટ મોબાઈલ સાથે મતગણતરી કેન્દ્રમાં ઘુસ્યા

|
Google Oneindia Gujarati News

શાહજહાંપુરઃ તમામ સખ્તાઈ છતાં મતગણતરી કેન્દ્રમાં ભાજપના ચાર એજન્ટો મોબાઈલ લઈ જવામાં સફળ થયા. ખાસ વાત એ છે કે મોબાઈલ લઈ જનાર એજન્ટ કેબિનેટ મિનિસ્ટરનો ભત્રીજો છે. જ્યારે પોલીસ સ્ટેશને મતગણતરી સ્થળની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. એસપીએ ચારેય મોબાઈલ જપ્ત કરી લીધા છે.

counting

મતગણતરી સ્થળ પર એસપી એસ ચિનપ્પાએ મતગણતરી સ્થળની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. માત્ર મીડિયા સેન્ટર સુધી જ પત્રકારોને મોબાઈલ લઈ જવાની મંજૂરી હતી પરંતુ છતાં પોલીસને છેતરી ભાજપના ચાર એજન્ટ મતગણતરી સ્થળની અંદર મોબાઈલ લઈ જવાાં સફળ થઈ ગયા હતા.

ખાસ વાત એ છે કે મોબાઈલ લઈ જનાર એજન્ટ કેબિનેટ મિનિસ્ટર સુરેશ કુમાર ખન્નાનો ભત્રીજો પણ છે. જ્યારે બીજી પાર્ટીના એજન્ટે મોબાઈલનો વિરોધ કર્યો તો મતગણતરી સ્થળની અંદર હડકંપ મચી ગયો છે. જે બાદ એસપીની આ અંગે સૂચના આપવામાં આવી તો એસપીએ ચારેય મોબાઈલ જપ્ત કરી લીધા. એસપી એસ ચિનપ્પાએ મતગણતરી સ્થળની અંદર મોબાઈલ જવા પર આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે.

આ પણ વાંચો- Sensex એ ગુમાવ્યો 1300 પોઇન્ટનો ફાયદો, લાલ નિશાન પર બંધ

English summary
Four agent of BJP entered in voting center with mobile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X