Sensex એ ગુમાવ્યો 1300 પોઇન્ટનો ફાયદો, લાલ નિશાન પર બંધ
લોકસભાની ચૂંટણીના મતદાનના આવનારા રૂઝાન પછી 1000 પોઈન્ટ સુધી વધારો દેખાડનાર સેન્સેક્સ, પાછળથી આ વધારો કાયમ રાખી શક્યો નહિ અને 292.82 ના ઘટાડા સાથે 38811.39 પોઇન્ટના સ્તર પર બંધ થયો.
લોકસભાની ચૂંટણીના મતદાનના આવનારા રૂઝાન પછી 1000 પોઈન્ટ સુધી વધારો દેખાડનાર સેન્સેક્સ, પાછળથી આ વધારો કાયમ રાખી શક્યો નહિ અને 292.82 ના ઘટાડા સાથે 38811.39 પોઇન્ટના સ્તર પર બંધ થયો. આમ, સેન્સેક્સમાં આજે ઉચ્ચ સ્તરથી લગભગ 1300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. તથા નિફ્ટીમાં પણ તે જ હાલ જોવા મળ્યો. નિફ્ટીએ આજે સવારે 12 હજારનું સ્તર પાર કર્યું હતું, પરંતુ બંધ થવા દરમિયાન 55.40 પોઇન્ટ્સ ઘટીને 11682.50 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત, આજે 1,182 શેર વધ્યા છે, તો 1303 શેર ઘટાડા સાથે બંધ થયા છે. 170 શેરોના રેટમાં કોઈ તફાવત નથી. તો સાંજે ડોલરની સરખામણીમાં રૂપિયો 34 પૈસાના ઘટાડા સાથે 70.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીના ટોપ ગેનર
-Adani Ports નો શેર લગભગ 22 રૂપિયાના વધારા સાથે 407.55 રૂપિયાની સપાટી પર બંધ થયો.
- Zee Entertain નો શેર લગભગ 18 રૂપિયાના વધારા સાથે 360.45 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-IndusInd Bank નો શેર લગભગ 80 રૂપિયાના વધારા સાથે 1,598.75 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-Grasim નો શેર લગભગ 29 રૂપિયાના વધારા સાથે 886.55 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-Cipla નો શેર લગભગ 12 રૂપિયાના વધારા સાથે 564.75 રૂપિયાની સપાટી પર બંધ થયો.
નિફ્ટીના ટોપ લૂઝર
-Vedanta નો શેર લગભગ 9 રૂપિયાના ઘટાડા સાથે 157.35 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-Eicher Motors નો શેર લગભગ 903 રૂપિયાના ઘટાડા સાથે 20,321.15 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-ITC નો શેર લગભગ 12 રૂપિયાના ઘટાડા સાથે 288.20 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-Hindalco નો શેર લગભગ 6 રૂપિયાના ઘટાડા સાથે 191.75 રૂપિયાની સપાટી પર બંધ થયો.
-HDFC Bank નો શેર લગભગ 74 રૂપિયાના ઘટાડા સાથે 2,332.10 રૂપિયાની સપાટી પર બંધ થયો.












Click it and Unblock the Notifications
