ઓડિશા: સુરક્ષાબળોએ ચાર મહિલા માઓવાદી નો સફાયો કર્યો

Posted By:
Subscribe to Oneindia News

ઓડિશા પોલીસ ઘ્વારા નારાયણપતના જિલ્લાના જંગલોમાં રવિવારે મોડી રાત્રે ચાર મહિલા માઓવાદી ને મારી નાખવાનો દાવો કર્યો છે. લાંબા સમય સુધી ચાલેલી ઝડપ પછી પોલીસે કેમ્પમાં છુપાયેલી આ મહિલા માઓવાદી ને મારી નાખી. કોટપુર નારાયણપતના જિલ્લામાં ઝડપમાં મોડી રાત્રે જંગલોમાં સુરક્ષાબળો ઘ્વારા સર્ચ ઓપેરશનમાં માઓવાદી મહિલાના શવ અને ભારી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યા છે. ડોકરી ઘાટ વિસ્તારમાં માઓવાદી સંતાયા હોવાની ખાનગી માહિતી મળતા કોરાપટ જિલ્લા વોલેન્ટરી ફોર્સ અને વિશેષ અભિયાન જવાનો ઘ્વારા મળીને ઓપેરશન ને અંઝામ આપવામાં આવ્યો હતો.

maoists

માઓવાદી ના આંધ્ર ઓડિશા જોનલ સ્પેશ્યલ કમિટી કેમ્પ પર પોલીસની ટીમે ફાયરિંગ કરી તો બંને તરફથી ફાયરિંગ શરૂ થઇ ગયી. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફાયરિંગ પછી માઓવાદીઓ ભાગી ગયા અને સર્ચ દરમિયાન તેમને ચાર લાશો મળી.

હાલમાં સર્ચ ઓપેરેશન ચાલુ જ છે આઇજી (એન્ટી માંઓઇસ્ટ ઓપેરશન) આરપી કોચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુફિયા સૂત્રો ઘ્વારા જાણકારી મળ્યા પછી પોલીસે આ ઓપેરેશનની તૈયારી કરી હતી. નારાયણપતના માઓવાદીનું ગઢ માનવામાં આવે છે. અહીં પહેલા પણ માઓવાદી મોટી ઘટનાઓને અંઝામ આપી ચુક્યા છે.

English summary
Four women maoists killed odisha encounter

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.