પટના શેલ્ટર હોમથી ચાર મહિલાઓ ગાયબ, પોલીસે તપાસ શરુ કરી
બિહારની રાજધાની પટનામાં એક શેલ્ટર હોમથી ચાર મહિલાઓ રહસ્યમય હાલતમાં ગાયબ થઇ ચુકી છે.
બિહારની રાજધાની પટનામાં એક શેલ્ટર હોમથી ચાર મહિલાઓ રહસ્યમય હાલતમાં ગાયબ થઇ ચુકી છે. શહેરના પાટલીપુત્ર કોલોની પાસે આશા કિરણ શેલ્ટર હોમથી આ મહિલાઓ ગાયબ થઇ છે. પટના એસએસપી મનુ મહારાજે જણાવ્યું કે પોલીસે મહિલાઓને ગાયબ થવા મામલે કેસ નોંધી લીધો છે. પોલીસ મહિલાઓની શોધ માટે અભિયાન ચલાવી રહી છે અને ખુબ જ જલ્દી ચારે મહિલાઓને શોધી લેવામાં આવશે.

પટનાના એક આશરા શેલ્ટર હોમમાં ઓગસ્ટ મહિનામાં બે મહિલાઓની મૌત પછી ઘણો હંગામો થયો હતો. પોલીસે આ મામલામાં આશરા શેલ્ટર હોમની સંચાલિકા એક મોડલ સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરી હતી.

આ પહેલા બિહારના મુજફ્ફરપુરમાં આવેલા એક શેલ્ટર હોમમાં ઘણી બાળકીઓ સાથે યૌનશોષણ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના બિહારના મોટા નેતાઓ સાથે સંબંધ સામે આવ્યા પછી આ મામલો આખા દેશમાં ચર્ચાયો હતો. તેને કારણે બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની પણ ઘણી આલોચના થઇ હતી. આખા મામલે નીતીશ સરકારમાં મંત્રી મંજુ વર્માને પતિ પર આરોપ લાગ્યા પછી રાજીનામુ આપવું પડ્યું હતું. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. બ્રજેશ ઠાકુર હાલ જેલમાં છે અને સુપ્રીમકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
