For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોથા તબક્કામાં 9 રાજ્યોમાં કુલ 64 ટકા મતદાન થયું

ચોથા તબક્કામાં 9 રાજ્યોમાં કુલ 64 ટકા મતદાન થયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે લોકસભાની ચોથા તબક્કામાં ચૂંટણી થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યની કુલ 71 લોકસભા સીટ પર ચૂંટણી થનાર છે. લોકસભાની આ 71 સીટમાંથી 2014માં ભાજપે 56 સીટ પર જીત હાંસલ કરી હતી, જ્યારે 2 સીટ કોંગ્રેસ જીત્યું હતું અને બાકીની 6 સીટ તૃણમુલ કોંગ્રેસ અને 6 સીટ બીજુ જનતા દળ જીત્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ, પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તી, આરએલએસપી ચીફ ઉપેન્દ્ર કુશવાહા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્ય પ્રદેના મુખ્યમંત્રી કમલનાથના દીકરા નકુલનાથની રાજકીય કિસ્મત કાલે ઈવીએમમાં કેદ થઈ જશે.

lok sabha elections 2019

Newest First Oldest First
5:41 PM, 29 Apr

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 54.75 ટકા, ઉત્તરપ્રદેશમાં 45.08 ટકા અને પશ્ચિમ બંગાળમાં 66.46 ટકા વોટિંગ
5:40 PM, 29 Apr

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં બિહારમાં 44.33 ટકા, જમ્મુ કાશ્મીરમાં 9.37 ટકા અને ઝારખંડમાં 57.13 ટકા વોટિંગ
5:39 PM, 29 Apr

મુંબઈ

મુંબઈના જુહુના ગાંધીગ્રામ પબ્લિક સ્કૂલમાં બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય અને સુરેશ ઓબેરોયે વોટ આપ્યો
5:37 PM, 29 Apr

મુંબઈ

બોલિવૂડ એક્ટર આર માધવને મુંબઈમાં પોતાની પત્ની સાથે વોટ આપ્યો
5:33 PM, 29 Apr

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 72 સીટો માટે મતદાન ચાલુ, મતદાન પૂરું થવામાં થોડો જ સમય બાકી
4:44 PM, 29 Apr

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં 105 વર્ષના રામ સાગર ત્રિવેદી બીમારીની હાલતમાં પણ વોટ આપવા માટે આવ્યા
4:44 PM, 29 Apr

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 41.15 ટકા અને ઓડિશામાં 51.54 ટકા વોટિંગ
4:42 PM, 29 Apr

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં બિહારમાં 44.23 ટકા, મધ્યપ્રદેશમાં 55.22 ટકા, જમ્મુ કાશ્મીરમાં 8.42 ટકા અને ઝારખંડમાં 56.37 ટકા મતદાન
4:00 PM, 29 Apr

ઉત્તરપ્રદેશ

ચોથા તબક્કામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં યુપીના શાહજહાંપુરમાં 38.31 ટકા અને ઇટાવામાં 44.55 ટકા મતદાન
3:59 PM, 29 Apr

પશ્ચિમ બંગાળ

ટીએમસી ઘ્વારા ચૂંટણી પંચ ચિઠ્ઠી લખવામાં આવી, સુરક્ષાબળો પર પોલિંગ બૂથમાં ફાયરિંગ કરવાનો આરોપ
2:37 PM, 29 Apr

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી ઝારખંડમાં 44.90 ટકા, બિહારમાં 37.71 ટકા અને જમ્મુ તથા કાશ્મીરમાં 6.66 ટકા મતદાન
1:57 PM, 29 Apr

મહારાષ્ટ્ર

બૉલીવુડ અભિનેતા સલમાન ખાને મુંબઈના બાન્દ્રામાં મતદાન કેન્દ્ર નંબર 283 પર પોતાનો વોટ આપ્યો.
1:46 PM, 29 Apr

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના બાલાઘાટમાં પોલિંગ બૂથ બહાર મતદાતાઓની લાંબી લાઈનો લાગી, ચોથા તબક્કામાં મધ્ય પ્રદેશની 6 સીટ પર મતદાન થઈ રહ્યું છે.
1:07 PM, 29 Apr

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્માં મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાનો વોટ નાખ્યો. કહ્યું- પીએમ મોદી આજે દેશના સૌથી મોટા નેતા
12:09 PM, 29 Apr

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં 3.74 ટકા, મધ્ય પ્રદેશમાં 26.62 ટકા અને મહારાષ્ટ્રમાં 16.14 ટકા મતદાન થયું.
12:08 PM, 29 Apr

મતદાન

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં ઓરિસ્સામાં 17 ટકા અને પશ્ચિમ બંગાળમાં 34.71 ટકા મતદાન થયું.
12:07 PM, 29 Apr

મહારાષ્ટ્ર

મુંબઈના ખાર વિસ્તારમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ આપવા પહોંચી બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત
10:49 AM, 29 Apr

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન જાહેર હિંસાને લઈ ભાજપનું પ્રતિનિધિ મંડળ આજે ચૂંટણી પંચને મળશે
10:48 AM, 29 Apr

મહારાષ્ટ્ર

મુંબઈના પેડાર રોડ પર પોલિં બૂથ નંબર 40 અને 41 પર એચડીએફસીના ચેરમેન દીપ પારેખે પોતાનો વોટ આપ્યો
10:47 AM, 29 Apr

મહારાષ્ટ્ર

મુંબઈના બાન્દ્રામાં સેન્ટ એની હાઈ સ્કૂલના પોલિંગ બૂથ પર બૉલીવુડ અભિનેતા આમિર ખાન અે તેમની પત્ની કિરન રાવે પોતાનો વોટ નાખ્યો.
10:26 AM, 29 Apr

લોકસભા ચૂંટણી

9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 5.87 ટકા, ઓરિસ્સામાં 8.34 ટકા અને રાજસ્થઆનમાં 11.20 ટકા મતદાન
10:02 AM, 29 Apr

મહારાષ્ટ્ર

મુંબઈના જુહૂમાં પોલિંગ બૂથ પર બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે આપ્યો પોતાનો વોટ, ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની 17 સીટ પર ચૂંટણી
9:40 AM, 29 Apr

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં 2 બૂથ પર EVM બગડ્યાં, મતદાન અટક્યું.
9:35 AM, 29 Apr

પશ્ચિમ બંગાળ

પશ્ચિ બંગાળની આસનસોલ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કારમાં તોડફોડ
9:34 AM, 29 Apr

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળણાં લોકો જાગરૂક છે અને તેઓ કેન્દ્રીય બળ ઈચ્છે છે જેથી પોતાનો વોટ નાખી શકે, આ કારણે જ મમતા બેનરજી ડરેલાં છેઃ બાબુલ સુપ્રિયો
9:33 AM, 29 Apr

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરના કુલગામના કુરીગમ વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે લોકો, અનંતનાગ સીટ પર 3 તબક્કામાં ચૂંટણી
8:48 AM, 29 Apr

ઉત્તર પ્રદેશ

ઝાંસીથી ભાજપના ઉમેદવાર અનુરાગ શર્માએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
8:46 AM, 29 Apr

મહારાષ્ટ્ર

મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે બાંદ્રાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
8:45 AM, 29 Apr

મહારાષ્ટ્ર

અભિનેત્રી શુભા ખોટે જૂહુમાં પોલિંગ બૂથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
8:27 AM, 29 Apr

બિહાર

બેગુસરાયના ઉમેદવાર કન્હૈયા કુમાર વોટિંગ માટે પોલિંગ બૂથ પર પહોંચ્યો, કહ્યું કે- બેગુસરાયને બદનામ કરનારાઓએ ઉંધા મોઢાની ખાવી પડશે.
READ MORE

English summary
fourth phase elections held on 71 seats of 9 state, get live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X