For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Vaccine: આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનનુ એલાન, આખા દેશમાં લોકોને ફ્રીમાં મળશે કોરોના વેક્સીન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ છે કે દેશભરમાં બધાને કોરોના વાયરસની વેક્સીન ફ્રીમાં આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Coronavirus Vaccine Latest Update: કોરોના વાયરસ સામે મોટા પાયે શરૂ થનાર રસીકરણ અભિયાન પહેલા આજે દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનની ડ્રાઈ રન કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ છે કે દેશભરમાં બધાને કોરોના વાયરસની વેક્સીન ફ્રીમાં આપવામાં આવશે. ત્યારબાદ જ્યારે ડૉ. હર્ષવર્ધનને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે માત્ર દિલ્લી નહિ પરંતુ આખા દેશમાં વેક્સીન ફ્રીમાં આપવામાં આવશે.

dr. harshvardhan

Recommended Video

Positive Story : તમામ દેશવાસીઓને મળશે મફતમાં કોરોના વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત

ડૉ. હર્ષવર્ધન શનિવારે દિલ્લીની જીટીબી હોસ્પિટલમાં કોરોના વાયરસ વેક્સીનના ડ્રાઈ રનનુ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ડૉ. હર્ષવર્ધને કહ્યુ, 'હું લોકોને અપીલ કરુ છુ કે અફવાઓ પર ધ્યાન ન આપો. કોરોના વાયરસની વેક્સીન સુરક્ષિત હોય અને પ્રભાવકારી હોય, એ સુનિશ્ચિત કરવુ અમારી પહેલી પ્રાથમિકતા છે. પોલિયો સામે શરૂ કરવામાં આવેલ રસીકરણ અભિયાન દરમિયાન પણ અલગ અલગ રીતેની અફવાઓ ફેલાઈ હતી પરંતુ લોકોએ પોલિયોની વેક્સીન લીધી અને આજે ભારત પોલિયો મુક્ત દેશ બની ચૂક્યો છે.'

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

'નવી ગાઈડલાઈન હેઠળ થઈ રહ્યુ છે વેક્સીનનુ ડ્રાઈ રન'

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આગળ કહ્યુ, 'પહેલા તબક્કા હેઠળ ચાર રાજ્યોમાં કરવામાં આવેલ ડ્રાઈ રન બાદ જે ફીડબેક મળ્યા, તેને કોરોના વાયરસના રસીકરણની ગાઈડલાઈનમાં શામેલ કરવામાં આવ્યા અને બધા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે નવી ગાઈડલાઈન મુજબ જ ડ્રાઈ રન કરવામાં આવી રહી છે. માત્ર વાસ્તવિક કોરોના વાયરસ વેક્સીન આપવા સિવાય બાકી બધી પ્રક્રિયાઓનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.' વળી, જીટીબી હોસ્પિટલમાં રસીકરણ અધિકારીએ જણાવ્યુ કે વેક્સીન માટે લોકોને દરેક પ્રકારની જરૂરી માહિતી આપવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિને ગંભીર રીતે રિએક્શન થાય તો તેને તરત ઈમરજન્સી વૉર્ડમાં ભરતી કરવામાં આવશે.

ડૉ. હર્ષવર્ધનના નિવેદનનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

ઓરિસ્સાઃ CM નવીન પટનાયકે કરી પુરીમાં એરપોર્ટ બનાવવાની માંગઓરિસ્સાઃ CM નવીન પટનાયકે કરી પુરીમાં એરપોર્ટ બનાવવાની માંગ

English summary
Free Coronavirus Vaccine to whole country says Health Minister Dr. Harsh Vardhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X