ભારે હિમ વર્ષાઃ દેશથી વિખૂટુ પડ્યુ કાશ્મીર
શ્રીનગર, 1 જાન્યુઆરીઃ કાશ્મીર ઘાટીમાં ભારે હિમવર્ષાથી શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય હાઇવે બંધ કરવો પડ્યો છે, જેનાથી તે દેશથી વિખૂટુ પડી ગયુ છે અને અહીં આવન-જાવનની તમામ ઉડાનો રદ કરવામાં આવી છે. વહેલી સવારથી થયેલી હિમ વર્ષાના કારણે ઘાટીમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ અને અધિકારીઓએ સાવધાનીના ભાગરૂપે અનેક વિસ્તારોની વિજળી કાપી નાંખી છે.

યાતાયાત વિભાગના પ્રવક્તાએ કહ્યું છે કે, આજે બપોર સુધી કાશ્મીર ઘાટીના ગેટવે જવાહર સુરંગની આસપાસ બે ફૂટ કરતા વધુ બરફ જમા થઇ ગઇ છે. તેમણે કહ્યું કે હિમ વર્ષા ચાલુ છે, જેના કારણે બીઆરઓ દ્વારા રસ્તાઓ સાફ કરવાના કામમાં વિઘ્ન આવી રહ્યાં છે.
પ્રવક્તાએ કહ્યું કે, હવામાન ઠીક હોવાના કારણે રસ્તાને આવન-જાવન યોગ્ય બનાવવા માટે ફરીથી પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારે હિમવર્ષાના કારણે ઘાટીના અનેક દૂરવર્તી વિસ્તારો મુખ્ય ભૂમિથી કટ થઇ ગયા છે. છ ઇંચથી ત્રણ ફૂટ સુધી હિમ વર્ષા થઇ છે.












Click it and Unblock the Notifications
